મેકઅપ પર મજાક ઉડાવ્યા બાદ રાનૂ મંડલના બચાવમાં આવ્યા લોકો

ગઈકાલે રાનૂ મંડલનો મેકઓવર લુક ઈન્ટરનેટ પર છવાયો હતો. લોકોએ તેના મેકઅપને લઈને તેને ટ્રોલ કરી હતી. હવે ટ્વીટર પર તેના બચાવમાં કેટલાક લોકો આપ્યા છે. 

મેકઅપ પર મજાક ઉડાવ્યા બાદ રાનૂ મંડલના બચાવમાં આવ્યા લોકો

નવી દિલ્હીઃ રાનૂ મંડલ (ranu mondal) પહેલા તો પોતાની સિંગિંગથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ ત્યારબાદ એક રિયાલિટી શોમાં મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાનું ધ્યાન તેના પર પડ્યું હતું. ત્યારબાદ હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરના ઘણા ગીત ગવડાવ્યા હતા. પરંતુ હાલમાં તે જે કારણે ચર્ચામાં છવાયેલી છે તે તેનો અવાજ નહીં પરંતુ તેનો મેકઓવર છે, જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ છે. 

હાલમાં તે એક ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે લહેંગો પહેર્યો હતો અને રેમ્પવોક પણ કર્યું હતું. આ ઇવેન્ટની કેટલિક તસવીરો સોશિયલ મીડિયા પર આવી તો તેના મેકઅપે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોએ તેને મેકઅપને લઈને ટ્રોલ કરી અને અલગ-અલગ પ્રકારના મીમ્સ બનવા લાગ્યા હતા. તો કેટલાક લોકો તેના બચાવમાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે રાનૂને ટ્રોલ કરવામાં આવી છે, તેણે આ મેકઅપ પોતે કર્યો નથી. 
 

— Mrs. CR7 (@itsmeashma) November 17, 2019

— AdeebaloveBTS (@AdeebaloveB) November 17, 2019

— Dolli (@desh_bhkt) November 16, 2019

— Monica Jasuja (@jasuja) November 16, 2019

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રાનૂનો એક વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેને ટચ તરીને ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરનાર ફેન્સ સાથે તેણે ખરાબ વ્યવહાર કર્યો હતો. તો આ દિવસોમાં ચર્ચા છે કે રાનૂ મંડલની બાયોપિક બનવા જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news