1 જુલાઈના સમાચાર News

વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતે ઓફલાઈન-ઓનલાઇન પરીક્ષા લેવાશે : શિક્ષણ મંત્રી
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષા રદ કરવા અંગે ચાલી રહેલા વિરોધને પગલે પણ ચર્ચા કરાઈ હતી. ત્યાર પરીક્ષાઓના સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક પૂર્ણ હતી. કેબિનેટ બેઠકમાં સરકારી તમામ કોલેજો યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવાવી જોઈએ તેના ભાગરૂપે એસ.પી.યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવતીકાલે gtu ની પરીક્ષાનો પ્રારંભ થાય છે, તે પરીક્ષા પણ લેવાની છે.
Jul 1,2020, 13:16 PM IST
કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો
Jul 1,2020, 8:11 AM IST

Trending news