VIDEO: શ્રીગંગાનગરના પદમપુરમાં ટ્રેક્ટર રેસિંગ દરમિયાન પડ્યો શેડ, 300 ઘાયલ
ટ્રેક્ટર રેસિંગ પ્રતિયોગિતા દરમિયાન શેડ તુટી પડવાના કારણે આશરે 300 કરતા વધારે લોકો ઘાયલ થઇ ચુક્યા છે
Trending Photos
જયપુર : શ્રીગંગાનગરના પદમપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ટ્રેક્ટર રેરિંસ પ્રતિયોગિતા દરમિયાન ટીન શેડ પડી ભાગ્યો હતો. ટીન શેડની ઉપર પણ લોકો બેસીને પ્રતિયોગિતા જોવા માટે એકત્ર થયા હતા. આશરે 300 લોકો ઘાયલ થઇ ગયા છે. જો કે તંત્રનું કહેવું છે કે દુર્ઘટનામાં 25-30 લોકો ઘાયલ છે. દુર્ઘટનામાં અત્યાર સુધી કોઇના મોતના સમાચાર નથી. પ્રતિયોગિતા દરમિયાન અચાનક દુર્ઘટના થયા બાદ પણ ભાગદોડ મચી ગઇ. રાજસ્થાન તંત્રની પરવાનગી વગર પ્રિતયોગિતા થઇ રહી હતી.
ઝાડ પર ચડીને પણ લોકો પ્રતિયોગિતા જોઇ રહ્યા હતા. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. પ્રત્યક્ષ દર્શીઓનાં અનુસાર 15 હજારથી વધારે લોકો પ્રતિયોગિતા જોવા માટે પહોંચ્યા હતા. ટીન શીડ અચાનક પડી જવાના કારણે આ દુર્ગટના થઇ હતી. દુર્ઘટના બાદ તંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આખરે આવી ખતરનાક પ્રતિયોગિતાને મંજુરી કઇ રીતે સરકાર દ્વારા આપી દેવામાં આવી.
#WATCH: Tin shed collapses during a tractor race in Sri Ganganagar's Padampur earlier today. Many feared injured. #Rajasthan pic.twitter.com/rel9ChXhnD
— ANI (@ANI) July 29, 2018
પોલીસ સ્ટેશન અધિકારી રામેશ્વરલાલે જણાવ્યું કે, ઘટના તે સમયે બની જ્યારે મંડી પરિસરમાં આયોજીત બે ટ્રેક્ટરની ગતિવિધિઓને સેંકડો લોકો જોઇ રહ્યા હતા. કેટલાક લોકો ટીન શેડ પર ચડીને પણ આ રેસિંગ જોઇ રહ્યા હતા. અચાનક ટિનશેડ પડી જવાનાં કારણે 15 લોકો ઘાયલ થઇ ગયા. શ્રીગંગાનગર જિલ્લા કલેક્ટર ગ્યાનારામે જણાવ્યું કે, પ્રારંભિક માહિતી અનુસાર ટિનશેડ પડી જવાનાં કારણે 15 લોકો ઘાયલ થઇ ગયા. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં ઘાયલ થયેલા દસ લોકોને પદમપુરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પાંચ લોકોએ શ્રીગંગાનગર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે