અક્ષયકુમારના મગજમાં છે ફિલ્મ માટે એક ધાંસુ આઇડિયા, જાણવા કરો ક્લિક

બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અલગ જ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતો છે

અક્ષયકુમારના મગજમાં છે ફિલ્મ માટે એક ધાંસુ આઇડિયા, જાણવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અલગ જ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતો છે.  આગામી ફિલ્મ ગોલ્ડમાં હોકી ખેલાડીનો રોલ ભજવનાર અક્ષયકુમાર હવે ભારતીય એથલીટ હિમા દાસ પર બાયોપિક બનાવવા માગે છે. અસમની રહેવાસી 18 વર્ષીય હિમાએ હાલમાં જ IAAFની અંડર-20 ચેમ્પિયનશીપમાં મહિલાઓની 400 મીટરની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

હિમા IAAFમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા સ્પ્રીન્ટર બની છે. આવતા મહિનાથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપતા કાર્યક્રમમાં અક્ષયકુમાર હાજર રહ્યો હતો અને તેણે આ વાતની જાહેરાત કરી હતી. 

અક્ષયકુમાર પોતે એક માર્શલ આર્ટ્સ એક્સપર્ટ છે અને પોતાની નવી ફિલ્મ ‘ગોલ્ડ’નું શૂટિંગ હાલમાં જ પૂરું કર્યું છે. ‘ગોલ્ડ’ ફિલ્મ પણ ભારતે આઝાદી મેળવ્યાના બીજ જ વર્ષે, 1948માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં હોકીની રમતમાં જીતેલા પ્રથમ ગોલ્ડ મેડલની સિદ્ધિ પર આધારિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news