શશિ થરુરનાં ટ્વીટ અંગે વિવાદ, ભાજપ અને સીપીએમએ માફીની માંગ કરી

ભાજપ અને સીપીએમએ થરૂર પર માછીમાર સમુદાયનાં પોતાનાં અપમાનનો આરોપ લગાવતા તેમની માફીની માંગ કરી

શશિ થરુરનાં ટ્વીટ અંગે વિવાદ, ભાજપ અને સીપીએમએ માફીની માંગ કરી

તિરુવનંતપુરમ : કોંગ્રેસનાં સાંસદ શશિ થરુર એકવાર ફરીથી પોતાનાં ટ્વીટ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. ભાજપ અને સીપીએમએ થરૂર પર માછીમાર સમુદાયનાં અપમાનનો આરોપ લગાવતા તેમની માફી માંગવાની માંગ કરી છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુઅનંતપુરમના સાંસદ થરૂરે હાલમાં જ તિરુવનંતપુરમની એક માછલી બજારમાં ગયાહ તા અને ત્યાં માછલીઓ વેચી રહેલી મહિલાઓ સાથે વાત કરીને કેટલીક તસ્વીરો રજુ કરી હતી. ત્યાર બાદ થરૂરે ટ્વીટ કર્યું કે, શાકાહારી, અતિસંવેદનશીલ (સ્કીમિશ) સાંસદ હોવા છતા પણ માછલી બજાર જઇને ખુબ જ ઉત્સાહીત છું. 

થરૂરના અતિસંવેદનશીલનાં ઉપયોગથી વિવાદ પેદા થઇ ગયો. થરૂરે આ શબ્દનો ઉપયોગ જણાવતા પોતાની જાતનો બચાવ પણ કર્યો. થરૂરની સ્પષ્ટતા છતા સીપીએમ અને ભાજપે તેમના પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસ સાંસદે પોતાનાં શબ્દોની પસંદગીથી માછીમાર સમુદાયનું અપમાન કર્યું છે. 

ભાજપ ઉમેદવાર કુમ્માનમ રાજશેખરને કહ્યું કે, થરૂરે માફી માંગવી જોઇએ અને તેમનું સોશિયલ મીડિયા દ્વારા માછીમાર સમુદાયને અપમાનિત કરવાનું અત્યંત નિંદ નીય છે. બીજી તરફ માછીમારોએ ટ્વીટના મુદ્દે કોચ્ચિ, કોલ્લમ અને કોઝીકોડમાં રેલીઓ કાઢી હતી અને કહ્યું કે, તેમનું પણ અપમાન કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news