સુરત: 120 જેટલી સૌસાયટીના રહિશોએ કર્યો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર

શહેરના મોટા વરાછા વિસ્તારમાં 120 જેટલી સોસાયટીઓના રહીશો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણીના વિરોધના ભાગરૂપે સોસાયટીઓના રહિશો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનરો પણ લગાવામાં આવ્યા છે. 
 

સુરત: 120 જેટલી સૌસાયટીના રહિશોએ કર્યો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર

ચેતન પટેલ/ સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં 120 જેટલી સોસાયટીઓના રહીશો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણીના વિરોધના ભાગરૂપે સોસાયટીઓના રહિશો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનરો પણ લગાવામાં આવ્યા છે. 

મોટા વરાછા વિસ્તારની કૃષ્ણકુંજ સોસાયટી અને આનંદ ધારા સોસાયટીમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનરો મારવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે, કે કોર્પોરેશન દ્વારા પાણીનું અધધ બિલ આપવામાં આવ્યું છે, તેથી સોસાયટીઓના તમામ લોકો દ્વ્રારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે જ બેનરોમાં લખવામાં આવ્યું છે, કે ચૂંટણીને અનુલક્ષીને કોઇ પણ પક્ષના નેતાએ સોસાયટીમાં પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહિ. છતાં પણ જો કોઇ નેતા પ્રચાર કરવા માટે અને વોટમાંગવા માટે જો સોસાયટીમાં પ્રવેશ કરશે તો તેને જુતાનો હાર પહેરાવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news