મહેસાણા: હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, કાર ચાલક ફરાર

મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા શૈલજા ગ્રીન્સ સોસાયટી નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. રાધનપુર પાસે સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અને ઘટના સ્થળ પર સાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. 

મહેસાણા: હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, કાર ચાલક ફરાર

તેજશ દવે/ મહેસાણા: મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા શૈલજા ગ્રીન્સ સોસાયટી નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. રાધનપુર પાસે સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અને ઘટના સ્થળ પર સાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. 

અકસ્માત થતા રાધનપુર મહેસાણા રોડ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. અને ગાડીઓની લાંબી લાઇનો લાગી હતી. ઇમરજન્સી સેવા 108 પર સ્થાનિક દ્વારા અકસ્માતની જાણ કરતા 108ની ટીમ મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે, કે મહેસાણા રાધનપુર હાઇવે પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના વતની રાવળ રધુભાઇનું અકસ્માતમાં મોત થયું છે. કાચ ચાલક ઘટના સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તેને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news