પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...
આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...
Trending Photos
અમદાવાદ : આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...
શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
આધિ : જે મળતું નથી મહેનત કરવા છતા તે મેળવવાની ઇચ્છા તેનું નામ આધી. સંસ્કૃતમાં (આધિ ભૌતિક દુખ)
વ્યાધી : મનુષ્યનાં શરીરમાં અનેક પ્રકારનાં વ્યાઘ્ર (પીડા) અને તેનાથી ઉદ્ભવતા ચિંતા અને શોક એટલે કે વ્યાધી. સંસ્કૃત નામ (આધિ દૈવિક)
ઉપાધી : આપણી મહેનત અને આપણા પર ઇશ્વરની કૃપા જે પણ સુખ શાંતિ અને વૈભવ મળ્યો છે, તેને જાળવી રાખવો, ટકાવી રાખવાને ઉપાધી કહે છે. સંસ્કૃત નામ (આધ્યાત્મીક)
આ ત્રણ પ્રકારનાં મહાદુખથી મનુષ્યલોક બંધાયેલો છે. આ ત્રણ દુખને ટાળવા માટે આપણા ધર્મ શાસ્ત્રમાં શ્રાવણમાસ અને શિવ ઉપાસના દર્શાવવામાં આવી છે, તો જાણીએ આ દુખો સહજ રીતથી દુર કરવા તે આપણા ધર્મ શાસ્ત્રમાં, વેદો તથા પુરાણોમાં ઋષી જ્ઞાન મહત્વ છે. તો ગૌતમ ઋષી, ભારદ્વાજ ઋષી, જમદગ્ની ઋષી દ્વારા ભગવાન મહાકાલ મહાદેવનાં પંચમવક્ત્ર પુજા બતાવવામાં આવી છે જે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પાઠશાળાના વિદ્યાર્થી (ઋષીકુમાર) દ્વારા શિવ મંદિરે કરાવી શકાય અથવા ઘરે પણ કરી શકાય.
આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, શિવજીની પૂજા વખતે ભૂલે ચૂકે ન કરતા આ 4 ભૂલ
ભગવાન શિવનાં પાંચ મુખ માનવામાં આવ્યા છે. જેમાં ચાર દિશાએ ચાર મુખ અને એક ઉધ્વ (ઉપરની તરફ) નું મુખ માનવામાં આવે છે. જે દરેક મુખમાં અલગ તત્વ સમાહિત છે. દરેક પુજનથી અલગ અલગ ફળની પ્રાપ્તી થાય છે. જો પાંચેયનું પુજન કરવામાં આવે તો જીવનમાં રહેલા દુખોનું શમન થાય છે.
ભાગ્ય સાથ ન આપે, સમય જો ખરાબ ચાલતો હોય તો પહેરો હળદરની માળા, થશે આ ફાયદા
આવો જાણીએ આ પુજન વિધિ
ઉધ્વ મુખ : ભગવાન અને 33 કરોડ દેવી દેવતાઓ જેનો જાપ કરે છે તે ઉધ્વ મુખ છે. ઉધ્વમુખનું પુજન દેવો અને ગંધર્વો કરે છે. આ મુખમાં જળાભિષેક, દુધ, મધ, ઘી, સાકર, શેરડીનો રસ, નાળીયેર પાણી વગેરેથી ભગવાનનો અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.
પૃર્વાભી મુખ: આ ભગવાનનું અત્યંત સૌમ્ય મુખ છે. વિષ્ણુ સ્વરૂપ છે, ગૌતમ ઋષી, જમદગ્ની આદિ ઋષીઓએ આ મુખની પુજા કરી હતી. આ ઉપાસના કરવાની સાથે ભગવાન મહાદેવને નૈવેદ્યમાં સુખડી ધરવી અને લાલ પૃષ્પ અર્પણ કરવા.
પશ્ચિમાભી મુખ: ભગવાન મહાદેવનું સ્વરૂપ પશ્ચિમમાં શ્વેત હંસ પર બિરાજમાન છે. શ્વેતવર્ણ છે. ભગવાન શીવને સુખડ, ચંદન, સફેદ પુષ્પ અને સફેદ નૈવેદ્ય એટલે કે ચોખાની રાધેલી ખીર અથવા શ્રીખંડ ધરાવી શકાય છે.
ઉત્તરાભિમુખ : ઋષી ભારદ્વાજ, જમદગ્ની ઋષીએ આ મુખની પુજા કરે છે. આ પ્રભુની શ્યામ બાજુ કહેવાય છે. ઉત્તર મુખનું તુલસી ચડાવીને પુજન કરવું તથા પ્રસાદમાં મોદક અર્પણ કરવા.
દક્ષિણાભિમુખ : આ પરમેષ્ઠી રૂષી ભગવાન અઘોર દેવતા કહેવાય છે. શીવ નામ અધોર ભગવાનને નિલ પુષ્પ અને ચોખા અર્પણ કરવા. અડદનાં લોટમાંથી બનાવેલ નૈવેદ્ય અર્પણ કરવું.
પંચવક્ત્ર પુજનથી આધી-વ્યાધી- ઉપાધીનો નાશ થાય છે. અર્થાત શ્રાવણમાસમાં આ પુજન કરવાથી માનવ જીવનમાં રહેલા તમામ દુખોનો નાશ થાય છે.
સંકલન: શાસ્ત્રી કેતનભાઇ લલિતરાય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે