શાહીન બાગ પર સુપ્રીમ કોર્ટે વાતચીત કરવા બનાવી ટીમ, 24 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી

સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ પ્રમાણે, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ મુદ્દો જનજીવનને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિડ આપવાનું કહ્યું છે. 
 

શાહીન બાગ પર સુપ્રીમ કોર્ટે વાતચીત કરવા બનાવી ટીમ, 24 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી

નવી દિલ્હીઃ શાહીન બાગમાં આશરે બે મહિનાથી બંધ રસ્તો ખોલવામાં હજુ પણ સમય લાગશે. સુપ્રીમ કોર્ટે શાહીન બાગ મુદ્દા પર સુનાવણી દરમિયાન કેન્દ્ર, દિલ્હી પોલીસ અને દિલ્હી સરકારને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનું કહ્યું છે. કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાને મધ્યસ્થી નિયુક્ત કર્યાં છે. 

સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ પ્રમાણે, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ મુદ્દો જનજીવનને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિડ આપવાનું કહ્યું છે અને આ મામલા પર 24 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. 

આ જનજીવન ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, લોકોને પોતાની અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારીની રક્ષાના વિરોધની વિરુદ્ધ નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોંચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઈને છે. પરંતુ તમે દિલ્હીને જાણો છે, અહીંના ટ્રાફિકને પણ જાણો છો. બધા રસ્તા પર ઉતરવા લાગશે તો શું થશે? આ જનજીવનને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલ મુદ્દો છે. 

લોકો રસ્તા પર ઉતરી જાય અને પ્રદર્શનથી રસ્તો બંધ કરી દે તો શું થશે? અધિકારો અને કર્તવ્ય વચ્ચે સંતુલન જરૂરી છે. સર્વોચ્ચ અદાલતે શાહીન બાગ પ્રદર્શન પર કહ્યું કે, વરિષ્ઠ વકીલ સંજય હેગડે પ્રદર્શનકારીઓ સાથે વાત કરે. સંજય હેગડેએ પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફને પણ સાથે આવવાની અપીલ કરી હતી. 

2 મહિનાથી બંધ છે શાહીન બાગનો રસ્તો
મહત્વનું છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધિત કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) વિરુદ્ધ ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના કારણે રોડ 13એ બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાને કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરતા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news