'મિસ્ટર ઇન્ડીયા-2'માં રણવીર સિંહ સાથે જોવા મળશે શાહરૂખ ખાન, જાણો કોણ બનશે ''મોગૈંબો''

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ગત એક વર્ષથી ફિલ્મોથી દૂર છે. તેમને છેલ્લે 'ઝીરો'માં જોવામાં આવ્યા હતા, પરંતુ લાગે છે તેમનો ઇંતઝાર પુરો થવાનો છે. સમાચાર મળ્યા છે કે શાહરૂખ ખાન જલદી જ રણવીર સિંહ (Ranveer Singh) સાથે 'મિસ્ટર ઇન્ડીયા-2'માં જોવા મળશે. 

'મિસ્ટર ઇન્ડીયા-2'માં રણવીર સિંહ સાથે જોવા મળશે શાહરૂખ ખાન, જાણો કોણ બનશે ''મોગૈંબો''

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ગત એક વર્ષથી ફિલ્મોથી દૂર છે. તેમને છેલ્લે 'ઝીરો'માં જોવામાં આવ્યા હતા, પરંતુ લાગે છે તેમનો ઇંતઝાર પુરો થવાનો છે. સમાચાર મળ્યા છે કે શાહરૂખ ખાન જલદી જ રણવીર સિંહ (Ranveer Singh) સાથે 'મિસ્ટર ઇન્ડીયા-2'માં જોવા મળશે. 

એક અંગ્રેજી સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર નિર્દેશક અલી અબ્બાસ જફર જલદી જ 'મિસ્ટર ઇન્ડીયા'ની રિમેક ફિલ્મ બનાવીશું. તેના રીમેકમાં રણવીર સિંહ અને શાહરૂખ ખાન હશે. રણવીર આ ફિલ્મમાં અનિલ કપૂરવાળો રોલ ભજવશે અને શાહરૂખ ખાનની મોગૈંબોના રોલ માટે ચર્ચા થઇ રહી છે. જોકે તેને લઇને કોઇ ઔપચારિક જાહેરાત થઇ નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ આ રોલ માટે એક્સાઇટેડ છે. તો બીજી તરફ શાહરૂખ ખાને તેના પર કોઇ કન્ફોરમેશન આપ્યું નથી. 

જો આમ થઇ જાય છે તો શાહરૂખ ખાનને 'મોગૈંબો'ના રોલમાં જોવાનો અનુભવ મજેદાર રહેશે. આ ફિલ્મ બાદ લોકો અમરીશ પુરીને મોગૈંબોના નામથી ઓળખવા લાગ્યા હતા. મોગૈંબો ખુશ હુઆ...ડાયલોગ બાળકોથી માંડીને યુવાનોની જીભ પર હતો. આમ તો આ ફિલ્મમાં પત્રકારનો રોલ ભજવનાર શ્રીદેવીનો રોલ કોણ ભજવશે, તેને લઇને કોઇ સમાચાર સામે આવ્યા નથી. 

ઉલ્લેખનીય છે કે બોની કપૂર દ્વારા નિર્મિત અને શેખર કપૂર દ્વારા નિર્દેશિત 'મિસ્ટર ઇન્ડીયા'માં અનિલ કપૂર, શ્રીદેવી, સતીશ કૌશિક, અમરીશ પુરી અને અનૂ કપૂરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો વર્ષથી શાહરૂખ ખાનની કોઇ ફિલ્મ રિલીઝ થઇ નથી. તે પોતાના બાળકો સાથે ટાઇમ વિતાવે છે. તો બીજી તરફ રણવીર સિંહની વાત કરીએ તો તે જલદી 1983 વર્લ્ડ કપ પર બનેલી ફિલ્મ '83'માં જોવા મળશે. રણવીર કપૂરે આ ફિલ્મમાં કપિલ દેવનો રોલ ભજવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news