TRP Scam Case: મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી, જાણો શું છે આરોપ

ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) હેરફેર મામલે મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે.

TRP Scam Case: મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી, જાણો શું છે આરોપ

મુંબઈ: ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) હેરફેર મામલે મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે. અત્રે જણાવવાનું કે ફેક ટીઆરપી મામલે વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસ અગાઉ અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે. 

— ANI (@ANI) December 13, 2020

શું છે આ ટીઆરપી કૌભાંડ
અત્રે જણાવવાનું કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કૌભાંડન આ વર્ષે ઓક્ટોબરમાં ખુલાસો થયો હતો. રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ હંસા રિસર્ચ ગ્રુપના માધ્યમથી એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ હતો કે કેટલીક ન્યૂઝ ચેનલોએ ટીઆરપી અંગે હેરાફેરી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news