ગુજરાતની મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારોનું 'રાજ' જોવા મળશે

આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થશે. નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી મનપા કમિશનર વહીવટ સંભાળશે. આ શહેરોના મેયર આજથી ઘરે બેસશે. ત્યારે આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતમાં ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે બેઠકમાં ચિંતન થશે.  
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારોનું 'રાજ' જોવા મળશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થશે. નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી મનપા કમિશનર વહીવટ સંભાળશે. આ શહેરોના મેયર આજથી ઘરે બેસશે. ત્યારે આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતમાં ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે બેઠકમાં ચિંતન થશે.  

ભાજપની ચિંતન બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા 
ગુજરાત ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં 8 વિધાનસભા પેટા ચૂંટણીઓમાં મળેલી જીતના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મંથન થવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા પેજ પ્રમુખ અને પેજ સમિતિઓ પર ભાર મૂકવામાં આવશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે આ વિશે માર્ગદર્શન આપશે. બેઠકમાં આગામી દિવસોના કાર્યક્રમો અંગે અને સંગઠન અને સરકાર વચ્ચેના સંકલન પર ચર્ચા થશે. ભાજપ અધ્યક્ષ બન્યા પછી સીઆર પાટીલની આ પહેલી ચિંતન બેઠક છે. જેમાં સીએમ, DyCM સહિત મંત્રીમંડળના સભ્યો બેઠકમાં હાજર રહ્યાં છે. સંગઠનાત્મક કાર્યક્રમો મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે.

રાજકોટ મનપામાં આવતીકાલથી વહીવટદારનું 'રાજ' જોવા મળશે. ત્યારે મેયર સહિતના નગરસેવકોનો આજે શાસનનો છેલ્લો દિવસ છે. સમગ્ર વર્ષ પર નજર કરીએ તો, પાંચ વર્ષમાં કોર્પોરેશનના 34 જનરલ બોર્ડ મળ્યા છે. 72 કોર્પોરેટરમાંથી માત્ર 10 કોર્પોરેટર જ એવા છે કે જેઓએ તમામ જનરલ બોર્ડમાં હાજરી આપી છે. રાજકોટ મનપામાં અત્યાર સુધીમાં 11 વખત વહીવટદાર મૂકાયા છે. સોમવારથી શાસકોની ટર્મ પૂર્ણ થતાં મનપાની ચૂંટણીના પડઘમ વાગી જશે. નગરસેવકો પાંચ વર્ષનો હિસાબ-કિતાબ જનતાને આપશે. 

તો વડોદરા પાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત પણ પૂર્ણ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલે શનિવારે જ સરકારી કાર જમા કરાવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા આજે કાર જમા કરાવશે. પાલિકા વિપક્ષ નેતા પણ આજે વ્હીકલ પુલ ખાતે કાર જમા કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news