યૂપીમાં 56 હજાર સૈનિકોની ભરતીનું રજિસ્ટ્રેશન મોકૂફ, જાણો શું છે કારણ

લખનઉના ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અનુસાર આવેદનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવેદનની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

યૂપીમાં 56 હજાર સૈનિકોની ભરતીનું રજિસ્ટ્રેશન મોકૂફ, જાણો શું છે કારણ

નવી દિલ્હી: શું તમે ઉત્તર પ્રદેશ પોલીસમાં થનારી 56 હજાર પદ માટે આવેદનની તૈયારીમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. આ પદો માટે 1 નવેમ્બર, 2018થી શરૂ થનારી ભરતીના આવેદનની મોકૂફ રાખવામાં આવી છે. લખનઉના ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અનુસાર આવેદનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવેદનની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર, ટેકનિકલ ખામીઓના કારણે પ્રક્રિયા શરૂ થઇ નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ પ્રક્રિયાઓ શરૂ કરવા માટે દસ દિવસ અથવા તેનાથી વધારે સમય લાગી શકે છે. આ મામલે જાણકારી આપતા પ્રમુખ સચિવ ગૃહ અરવિંદ કુમારે દાવો કર્યો છે કે ફોર્મ ભરવાની તારીખ ભલે આગળ વધી ગઇ હોય, પરંતુ પરીક્ષા નક્કી સમય પર કરવામાં આવશે.

UP police recruitment 2015

ભરતી બોર્ડના ચેરમેન જીપી શર્માએ જણાવ્યું કે કંઇક ટેકનિકલી મુશ્કેલીના કારણે સૈનિક ભરતી માટે ઓનલાઇન ફોર્મ લઇ શકાતું નથી, ટૂંક સમયમાં જ સમસ્યાને દુર કરી દેવામાં આવશે અને ફરી વિસ્તૃત શિડ્યૂલ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરી નવી તારીખ જણાવવામાં આવશે. નવી તારીખ જાહેર થવામાં હજુ કેટલો સમય લાગશે, તે વિષય પર જેપી શર્માએ જણાવ્યું કે એનઆઇસી દ્વારા જ્યારે સમસ્યાને હલ કરી દેવામાં આવશે તે સમયે તેઓ વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરશે.

Recruitment on the remaining 1366 posts

તમને જણાવી દઇએ કે ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ (UPPRPB)ના અધ્યક્ષે પ્રેસ કોન્ફરેન્સ કરી પોલીસ દળમાં 51,216 સૈનિકો, 1924 ફાયરમેન અને 3638 જેલ વોર્ડનની ભરતી કરવાની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે આ પદ માટે આવેદન પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ હેવ ટેકનિકલ ખામીઓના કારણે આવેદન પ્રક્રિયા થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news