વિધાનસભા ચૂંટણી 2018 : મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝારમમાં ભાજપના ઉમેદવાર જાહેર
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો વચ્ચે રાજકીય ઘમાસાણ જેવી સ્થિતિ છે. ઉમેદવાર પસંદગીને લઇને હજુ ખેંચમતાણ ચાલી રહી છે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણા માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી જીતવા ભાજપે એડીથી ચોટીનું જોર લગાવ્યું છે. શુક્રવારે ભાજપ તરફથી સત્તાવાર રીતે મધ્યપ્રદેશની 117, મિઝરમની 24, તેલંગાણાની 28 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી : 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો વચ્ચે રાજકીય ઘમાસાણ જેવી સ્થિતિ છે. ઉમેદવાર પસંદગીને લઇને હજુ ખેંચમતાણ ચાલી રહી છે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણા માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી જીતવા ભાજપે એડીથી ચોટીનું જોર લગાવ્યું છે. શુક્રવારે ભાજપ તરફથી સત્તાવાર રીતે મધ્યપ્રદેશની 117, મિઝરમની 24, તેલંગાણાની 28 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
અહીં નોંધનિય છે કે, ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના જાહેરાત કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશની 230 બેઠકો અને મિઝોરમની 40 બેઠકો માટે 28 નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં 12મી નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. તેલંગાણાની 119 બેઠકો માટે અને રાજસ્થાનની 200 બેઠકો માટે 7 ડિસેમ્બરે મતદાન કરાશે. જ્યારે મત ગણતરી 11મી ડિસેમ્બરે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે