કેવો રહેશે તમારો વિકએન્ડ ? દરેક રાશિ માટે કામની આગાહી
આજે અષાઢ સુદ નોમનો શુભ દિવસ છે
Trending Photos
આજનું પંચાંગ
- તારીખ 21 જુલાઈ, 2018 શનિવાર
- માસ અષાઢ સુદ નોમ
- નક્ષત્ર સ્વાતિ
- યોગ સાધ્ય
- ચંદ્ર રાશી તુલા
- અક્ષર ર,ત
- સિદ્ધિયોગ અને સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 9.09 સુધી
- આજે અડદની વસ્તુનું દાન કરી શકાય.
- હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું.
- શનિચાલીસા અને હનુમાન કવચનો પાઠ પણ કરી શકાય.
- શનિયંત્ર વિદ્વાન જ્યોતિષી પાસે સિદ્ધ કરાવી તેને પણ ધારણ કરી શકાય.
- શનિદેવનું રત્ન નિલમ છે. તેને પણ સિદ્ધ કરાવી ધારણ કરી શકાય.
મેષ (અલઈ) : જીવનસાથી પ્રત્યે આપની અપેક્ષા વધે, સૂઝસમજને જાળવી રાખજો નહીંત વૈમનસ્ય સર્જાશે. વિપરીત સંજોગોમાં પણ ભાગ્યનો સાથ મળે.
વૃષભ (બવઉ) : આવકની તકો જળવાય અને રાજનીતિમાં સફળતા મળે. વ્યૂહરચના બનાવવામાં આજે નિપૂણતા હાંસલ થાય. કાર્યમાં અતિ ચોક્સાઈનો અભિગમ રહે.
મિથુન (કછઘ) : પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. મુસાફરીના યોગ છે. વિદેશ જવા માટે ઇચ્છનાર જાતકોએ સક્રીય રહેવું અને જીવનસાથીનું આરોગ્ય જાળવવું.
કર્ક (ડહ) : આરોગ્ય જાળવવું. માથુ સ્હેજ ભારે રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. તમે મીઠી વાણી બોલો. પુરુષ જાતકોને સ્ત્રી જાતકો તરફથી લાભ મળે.
સિંહ (મટ) : આરોગ્ય જાળવવું. ચામડીની બીમારીથી વિશેષ સાચવવું. સરકાર સંબંધી કાર્યોમાં સફળતા મળે અને પોતાના અધિકારી સાથે સાનુકૂળતા જળવાય.
કન્યા (પઠણ) : આપનો રાશી સ્વામી બળવાન છે. નક્ષત્ર પણ સાનુકૂળ છે. તમે તમારા અટકેલા કાર્યો પ્રત્યે ધ્યાન આપશો. સફળતાના યોગ રાશીમાં રચાયા છે.
તુલા (રત) : શિક્ષણક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ સંકેત છે. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકો માટે પણ શુભ સમય છે. ક્રોધમાં કોઈ આવેશયુક્ત નિર્ણય ન લેવાય તે જોજો.
વૃશ્ચિક (નય) : ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને સાનૂકુળતા. ઈલેક્ટ્રોનિક તેમજ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલાને પણ સાનુકૂળતા. જૂના ઘરમાંથી નવા ઘરમાં જવાના યોગ પણ છે.
ધન (ભધફઢ) : ઘરમાં કોઈ કંકાસ ન થાય તે જોવું. ધન વ્યય પણ થાય. પૈસો દેખાય નહીં તેવું પણ બને.
મકર (ખજ) : જેટલો અન્યનો સહકાર લેશો તેટલી સફળતા મળશે. ચામડીના રોગથી સાવચેત રહેવું. હાડકાને લગતા રોગથી પણ સાવચેત રહેવું. પિતા તરફથી લાભ થઈ શકે છે.
કુંભ (ગશષસ) : લોખંડ, કાગળ, ઇંટો તેમજ સિમેન્ટના વ્યાપાર સાથે સંકળાયેલા જાતકોને સફળતા. આંતરડાની બીમારીથી સાચવવું. સ્ત્રી પાત્ર તરફથી ભાગ્ય બળવાન બને.
મીન (દચઝથ) : સારા કામમાં સો વિઘ્ન- આ ઉક્તિ ધ્યાનમાં રાખજો. જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સાનૂકુળતા. રીસર્ચ એટલે કે શોધ-સંશોધનની વૃત્તિ રાખશો તો જ સફળ થશો. આરોગ્યની જાળવળી અવશ્ય કરજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે