અવિશ્વાસ પ્રસ્તાવ મામલે વિપક્ષની કારમી હાર, જાણો અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ નિષ્ફળ ગયા પછી ટ્વિટ કરીને મોટી વાત કરી છે
Trending Photos
નવી દિલ્હી/અમરાવતી : બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન વિપક્ષને મળેલી હાર 2019ની લોકસભા ચૂંટણીની એક ઝલક છે અને મોદી સરકાર તથા તેમનો મંત્ર સબ કા સાથ સબ કા વિસાકમાં લોકોએ ભરોસો દર્શાવ્યો છે. અમિત શાહે કહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનનું પરિણામ લોકતંત્રની જીત છે અને વંશવાદની રાજનીતિની હાર છે. અમિત શાહે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાગ્યા પછી ટ્વીટ કરીને કહ્યું છે કે , ‘મોદી સરકારની આ જીત લોકતંત્રની જીત છે અને વંશવાદની રાજનીતિની હાર છે.’
અમિત શાહે કહ્યું છે કે 'વંશવાદની રાજનીતિ અને તુષ્ટીકરણને પ્રોત્સાહન આપનારી કોંગ્રેસની ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવતા વડાપ્રધાન તરફની નફરત જાહેર થઈ ગઈ છે. બહુમત વગર અને કોઈ હેતુ વગર કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને પોતાની રાજકીય કંગાળ વિચારસરણીનો પરિચય આપ્યો છે અને લોકતંત્રને કચડવાના જુના ઇતિહાસનું પરિવર્તન કર્યું છે. સરકાર પર દેશને સંપૂર્ણ ભરોસો છે.'
जनता के विश्वास में अविश्वास जताने वालों के अहंकार की आज लोकसभा में जो हार हुई है वह 2019 लोकसभा चुनावों के नतीजों की एक झलक मात्र है।"सबका साथ-सबका विकास" के अपने मंत्र के साथ सेवार्थ मोदी सरकार में न सिर्फ सदन के सहयोगियों का विश्वास है बल्कि देश की जनता का भी पूर्ण विश्वास है। pic.twitter.com/C9wsIbeiSa
— Amit Shah (@AmitShah) July 20, 2018
લોકસભામાં શુક્રવારે રાત્રે તેલુગુ દેશમ પાર્ટી તરફથી લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ નિષ્ફળ સાબિત થયો એ પછી મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરીને તેમના પર સત્તાનો અહંકાર રાખવાનો તેમજ છિછરી વાતો કરવાનો આરોપ મૂક્યો છે. સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં કરીને ચંદ્રબાબુ નાયડુએ આરોપ મુખ્યો હતો કે વડાપ્રધાને આંધ્ર પ્રદેશ સાથે કરેલા વાયદાઓ પુરા નથી કર્યા. રાજ્યને 2014માં થયેલા વિભાજન પછી ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ચંદ્રબાબુએ નિવેદન આપતા કહ્યું છે કે તેમણે સત્તાનો અહંકાર દેખાડ્યો છે અને આ અમારા રાજ્યની મજાક ઉડાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે