વિચિત્ર બિમારીઃ જે કંઈક ખાય તે બધું જ મૂત્રમાર્ગે બહાર નિકળી જતું હતું

યુરેટ્રો ડ્યુડેનલ ફિસ્ટુલા(Uretro Duodenal Fistula) નામની આ બિમારીમાં અન્નનળીમાં છિદ્ર પડી જાય છે અને ભોજન સીધું જ કિડનીમાં પહોંચી જતું હોય છે. 100 વર્ષના તબિબી ઈતિહાસમાં અત્યાર સુધી આવા માત્ર 11 કિસ્સા જ જોવા મળ્યા છે. 
 

વિચિત્ર બિમારીઃ જે કંઈક ખાય તે બધું જ મૂત્રમાર્ગે બહાર નિકળી જતું હતું

બર્દવાનઃ ઘણી વખત એવી બિમારી જોવા મળતી હોય છે કે ડોક્ટરો પણ તેનું કારણ શોધી શક્તા નથી. જોકે, ડોક્ટરો આવી રેરેસ્ટ ઓફ ધ રેર બિમારીનું સમાધાન શોધી લેતા હોય છે અને દર્દીને આવી દુર્લભ બિમારીમાંથી છુટકારો પણ અપાવી દેતા હોય છે. પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવો જ એક દુર્લભ કિસ્સો જોવા મળ્યો. અહીં રહેતા શેખ રફીકૂલ ઇસ્લામ નામનો વ્યક્તિ જે કંઈ પણ ખોરાક લેતો હતો તે મૂત્રમાર્ગે નિકળી જતો હતો. એટલે કે, મૂત્રમાર્ગે પેશાબ નહીં પરંતુ આખું ભોજન નિકળતું હતું. 

8 વર્ષની ઉંમરે લાગી હતી બિમારી
રફીકુલ જ્યારે 8 વર્ષનો હતો ત્યારે તેને આ બીમારી લાગી હતી. એ સમયે તેની માતાને એમ લાગ્યું કે, રફીકુલને ગેસની સમસ્યા છે. આથી તેને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી. રફીકૂલે ડોક્ટરને બતાવ્યા વગર જ આવી સ્થિતિમાં 15 વર્ષ કાઢી નાખ્યા. જોકે, તેની ઉંમર વધવાની સાથે-સાથે આ સમસ્યા પણ વધતી ગઈ. ત્યાર પછી રફીકુલે અનેક ડોક્ટરોનો સંપર્ક સાધ્યો. 

બર્દવાન મેડિકલ કોલેજ પહોંચ્યો
સરકારી અને ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપ્યા પછી રફીકૂલને બધી જ જગ્યાએ નિરાશા મળી ત્યારે અંતે તે બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચી ગયો. અહીં ડોક્ટર નરેન્દ્રનાથ મુખોપાધ્યાયે તેની આ બિમારીને ગંભીર ગણી અને રફીકૂલનો ઈલાજ શરૂ કર્યો. રફીકૂલની બિમારીનું કારણ જાણવા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને વિવિધ રિપોર્ટ કાઢવાનું શરૂ કર્યું. 

યુરેટ્રો ડ્યુડેનલ ફિસ્ટુલા(Uretro Duodenal Fistula) 
રફીકૂલનો સીટી યુરોગ્રાફી કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે રફીકૂલની અન્નનળીમાં એક છિદ્ર પડી ગયું હતું. એટલે તે જે કોઈ ભોજન લેતો હતો તે આ છિદ્રમાંથી નીચેના ભાગમાં ડ્યુડોનમાં પડેલા એક બીજા છિદ્રમાં થઈને સીધો જ કિડનીના યુરેટર સુધી પહોંચી જતો હતો. અહીંથી ભોજન સીધું જ યુરીન એક્ઠું થતું હોય તે થેલીમાં પહોંચી જતું હતું. આ બિમારીનું નામ 'યુરેટ્રો ડ્યુડેનલ ફિસ્ટુલા' (Uretro Duodenal Fistula) છે. બર્દવાન હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. નરેન્દ્નરનાથ મુખોપાધ્યાયે જણાવ્યું કે, 100 વર્ષમાં સમગ્ર વિશ્વમાં માત્ર આવા 11 જ કિસ્સા જોવા મળ્યા છે. 

કેવી રીતે થઈ બિમારી? 
રફીકૂલ જ્યારે 8 વર્ષનો હતો ત્યારે એક રાઉન્ડ વોર્મ(અળસિયું)એ તેની અન્નનળીમાં છિદ્ર કરી દીધું હતું, જેના કારણે આ સમસ્યા શરૂ થઈ હતી. 

2 કલાકના ઓપરેશનમાં થયો ઈલાજ
મંગળવારે બર્દવાન મેડિકલ કોલેજમાં સિનિયર ડોક્ટર નરેન્દ્રનાથ મુખોપાધ્યાય, મધુસુદન ચટ્ટોપાધ્યાય, જ્યોતિર્મેય ભટ્ટાચાર્ય, 3 જુનિયર ડોક્ટર અને એનેસ્થેસિસ્ટની દેખરેખ હેઠળ રફીકૂલનું ઓપરેશન કરાયું હતું. બે કલાકના ઓપરેશનમાં ડોક્ટરોએ રફિકૂલની બિમારી દૂર કરી દીધી છે. રફીકૂલ હવે સંપૂર્ણપણે ખતરાથી બહાર છે. ડોક્ટર નરેન્દ્રનાથ મુખોપાધ્યાયે જણાવ્યું કે, તેમણે પોતાના સંપૂર્ણ તબીબી કાર્યકાળમાં આ પ્રકારની બિમારી જોઈ નથી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news