બિહાર: આકાશમાંથી થયો ચાંદીનો વરસાદ, લાખો લોકો રસ્તા પર ઉતરીને લૂંટવા લાગ્યા

બિહારના સીતામઢીના સુરસંડમાં ચાંદીનો વરસાદ થયાની અફવા ઉડી હતી. સવારથી આ વિસ્તારમાં લોકો માટે આ અફવા આશ્ચર્યનું કારણ બની છે. લોકો રસ્તા પર વાસણ લઇને વિખરાયેલી ચાંદી કણ એકત્ર કરી રહ્યા છે. જો કે આ લોકો એકબીજાને પુછી પણ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં ચાંદી રસ્તા પર આવી ક્યાંથી. કોઇ ચોર અથવા તસ્કર બોરીમાં ચાંદીનાં નાના છરા લઇ જઇ રહ્યા હતા. જે બોરી ફાટી જવાના કારણે આ પ્રકારે રસ્તા પર ઢોળાઇ ગયા. જાણકારો જણાવી રહ્યા છે કે રસ્તા પર વિખેરાયેલી ચાંદી છે અને તે પણ અતિશુદ્ધ સ્વરૂપે. જેના કારણે લોકો ન માત્ર પરેશાન છે.

બિહાર: આકાશમાંથી થયો ચાંદીનો વરસાદ, લાખો લોકો રસ્તા પર ઉતરીને લૂંટવા લાગ્યા

પટના : બિહારના સીતામઢીના સુરસંડમાં ચાંદીનો વરસાદ થયાની અફવા ઉડી હતી. સવારથી આ વિસ્તારમાં લોકો માટે આ અફવા આશ્ચર્યનું કારણ બની છે. લોકો રસ્તા પર વાસણ લઇને વિખરાયેલી ચાંદી કણ એકત્ર કરી રહ્યા છે. જો કે આ લોકો એકબીજાને પુછી પણ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં ચાંદી રસ્તા પર આવી ક્યાંથી. કોઇ ચોર અથવા તસ્કર બોરીમાં ચાંદીનાં નાના છરા લઇ જઇ રહ્યા હતા. જે બોરી ફાટી જવાના કારણે આ પ્રકારે રસ્તા પર ઢોળાઇ ગયા. જાણકારો જણાવી રહ્યા છે કે રસ્તા પર વિખેરાયેલી ચાંદી છે અને તે પણ અતિશુદ્ધ સ્વરૂપે. જેના કારણે લોકો ન માત્ર પરેશાન છે.

મહા સાયક્લોન updates : સુરતના મેળામાંથી મોટી રાઈડ્સ ઉતારી લેવાઈ, દીવમાં સ્થળાંતર શરૂ
જો કે નેપાળ બોર્ડર હોવાનાં કારણે ન તો તસ્કરીના મુદ્દે ના પાડી શકાય અને ન તો ચોરીના મુદ્દે પણ. આ ઘટના અંગે માહિતી મળતા સુરસંડ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આખરે સુરસંડ ટાવર ચોકથી બારાહી ગામ સુધી જનારા રસ્તા પર ચાંદી આવી ક્યાંથી. જો આવી તો કોઇ લઇ જઇ રહ્યું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જો કે પ્રાથમિક તબક્કે તો આ ઘટના અંગે માહિતી મળતા પોલીસને પણ વિશ્વાસ થયો નહોતો. પરંતુ જ્યારે મોટા પ્રમાણમાં આ જ પ્રકારના છરા આકારે ચાંદીની ગોળીઓ મળી આવી તો પોલીસ પણ દોડતી થઇ છે. જો કે હજી સુધી પોલીસને આ અંગે કોઇ જ માહિતી મળી નથી. હાલ પોલીસ સીસીટીવીની તપાસ કરી રહી છે.

‘મહા’ આફત ટળી : સૌરાષ્ટ્રમાં નહિ, પણ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે રોડ પર નિકળેલા લોકોને ચમકતા છરા જેવી ગોળીઓ મળી આવી હતી. જેની તપાસ કરતા તે શુદ્ધ ચાંદી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ આ વાત દાવાનળના અગ્નિની જેમ સમગ્ર પંથકમાં ફેલાઇ ગઇ હતી. ત્યાર બાદ લોકો જે હાથમાં આવે તે લઇને ચાંદીના છરા વિણવા માટે નિકળી પડ્યા હતા. જેના કારણે રોડ પર પણ ટ્રાફીક જામ જેવી સ્થિતી સર્જાઇહ તી. કોઇ પણ વાહન ચાલી શકે તેમ નહોતું કારણ કે લોકો રોડ પર પડેલી ચાંદી વીણી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news