Rajasthan Assembly Election 2023: શું કહે છે રાજસ્થાનની રાજકીય હવા? જાણો રાજકીય ગણિત

Assembly Election Date: ભારતના પાંચ રાજ્યોમાં થઈ રહી છે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ. અલબત્ત ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ઈલેક્શન કમિશન મતદાન અંગે વધુ અપડેટ આપશે.

Rajasthan Assembly Election 2023: શું કહે છે રાજસ્થાનની રાજકીય હવા? જાણો રાજકીય ગણિત

-

-
Rajasthan Assembly Election 2023: લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તમામ તૈયારીઓને પુરી કરી દેવાઈ છે. આજે ચૂંટણીપંચ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતદાનની તારીખો જાહેર કરશે. જેમાંથી એક મહત્ત્વનું રાજ્ય છે રાજસ્થાન. વર્ષ 2018થી વીતેલાં પાંચ વર્ષોમાં કઈ રીતે બદલાઈ છે રાજસ્થાનની રાજકીય હવા? હાલ શું છે સ્થિતિ? જાણો રાજસ્થાનનું રાજકીય ગણિત વિગતવાર... રાજસ્થાનમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને અશોક ગહેલોત ત્યાંના મુખ્યમંત્રી છે. પણ ફરી ગહેલોત ફરી પોતાનો કિલ્લો બચાવી શકશે? કે પછી શું આ વખતે વસુંધરાના સહારે ભાજપ રાજસ્થાનના રણમાં કમળ ખિલવી શકશે એ જાણવા માટે તમારે રાજસ્થાનું રાજકીય ગણિત સમજવું પડશે.

હાલ શું છે રાજસ્થાનની રાજકીય સ્થિતિ?

હાલની સ્થિતિ મુજબ રાજસ્થાનમાં ભાજપ:
રાજસ્થાનમાં ભાજપને પીએમ મોદીની લોકપ્રિયતા પર વિશ્વાસ
રાજસ્થામાં ભાજપ કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારશે
રાજસ્થાનમાં ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નથી કર્યો
રાજસ્થાનમાં ભાજપ કોઈ રિસ્ક લેવા માગતી નથી
વસુંધરાની ભૂમિકા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી
વસુંધરા રાજે સિંધિયાની અણદેખી પણ ભારે પડી શકે છે
રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાવવાની તકનો ફાયદો ઉઠાવવા માગે છે
--
હાલની સ્થિતિ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ:
રાજસ્થાનમાં કોંગ્રેસ આત્મવિશ્વસથી ભરપૂર દેખાઈ રહી છે
અશોક ગેહલોતના જાદુ પર કોંગ્રેસને વિશ્વાસ
કોંગ્રેસ દર પાંચ વર્ષે સરકાર બદલાવવાની પરંપરા તોડવાનું કહી રહી છે
કોંગ્રેસ જનતાને આપેલી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માગે છે
રાજસ્થાનમાં ગેહલોત સરકારે યોજનાઓને પીટારો ખોલ્યો
ગેહલોત અને પાયલોટ વચ્ચે તાલમાલ બેસાડવાનો આલાકમાનના પ્રયાસ
કોંગ્રેસ જીતી તો અશોક ગેહલોતનું કદ રાષ્ટ્રીય સ્તરે વધશે
-
2018માં રાજસ્થાનની સ્થિતિ-
રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકો
200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી થઈ
2018માં કોંગ્રેસને 100 બેઠક મળી હતી
2018માં ભાજપને 73 બેઠક મળી હતી
અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા
-
વર્ષ 2018 રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામો અને મતોનું ગણિતઃ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2018 પરિણામઃ
પક્ષ        પરિણામ    

કોંગ્રેસ        100 બેઠક
ભાજપ        73 બેઠક
અપક્ષ        13 બેઠક
બસપા         6 બેઠક
RLP         3 બેઠક
CPI         2 બેઠક
BTP         2 બેઠક
RLD         1 બેઠક
કુલ         200 બેઠક

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2018:        
પક્ષ        વોટ શેર            

કોંગ્રેસ        39.3 ટકા
ભાજપ        38.77 ટકા
અપક્ષ        9.47 ટકા
બસપા        4.03 ટકા
RLP        2.40 ટકા
CPI        1.22 ટકા 
BTP        0.72 ટકા
RLD         0.33 ટકા
નોટા        1.31 ટકા
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news