રાહુલનું વિવાદિત નિવેદન: PM મોદીએ જુતા ફટકારીને ગુરૂ અડવાણીને મંચ પરથી ઉતાર્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુ ધર્મમાં ગુરૂનું અનોખું મહત્વ છે, ગુરૂ શિષ્યનો સંબંધ ખુબ જ મહત્વપુર્ણ છે

રાહુલનું વિવાદિત નિવેદન: PM મોદીએ જુતા ફટકારીને ગુરૂ અડવાણીને મંચ પરથી ઉતાર્યા

ચંદ્રપુર : લોકસભા ચૂંટણી 2019ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ચૂંટણીની રેલીઓ કરી રહ્યા છે. રાહુલ પોતાની રેલીઓમાં ભાજપ અને વડાપ્રધાનમોદી પર તીખા હુમલાઓ કરી રહ્યા છે. શુક્રવારે ચંદ્રપુરની રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાનાં ગુરૂ લાલકૃષ્ણ અડવાણીને જુતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા. 

રાહુલે કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન મોદીનાં ગુરૂ છે પરંતુ આ શિષ્ટ પોતાનાં ગુરૂની સામે હાથ જોડીને પણ નથી જતા. આ શિષ્ય પોતાનાં ગુરૂને સ્ટેજથી નીચે ઉતારી દે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુ ધર્મમાં ગુરૂનું અનોખુ મહત્વ રહેલું છે. ગુરૂ શિષ્યનો સંબંધ ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવ્યું છે. ગુરૂનું મહત્વ અનોખું છે. તેના માટે અનેક શિષ્યો અનેક કુરબાનીઓ આપ્યાનાં દાખલા શાસ્ત્રોમાં જોવા મળે છે. 

વડાપ્રધાન મોદીએ અનેક ખોટા વચનો આપ્યા
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રનાં ચંદ્રપુરના ચાંદા ક્લબમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી સંભાને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, દરેક વ્યક્તિનાં ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનું વડાપ્રધાન મોદીએ ખોટુ વચન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે, તેમનો ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા અને પાંચ વર્ષમાં 3.60 લાખ રૂપિયા ચુકવવાનું વચન સાચું છે. રાહુલે કહ્યું કે, જેમનો પગાર 12 હજારથી ઓછો હશે તેમને મદદ આપવામાં આવશે. 

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે, ગત્ત પાંચ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીએ 15 લોકોને લાખો કરોડો રૂપિયા ચુકવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહે છે કે તેઓ ચોકીદાર છે પરંતુ તેઓ માત્ર પૈસાદારોનાં ચોકીદાર છે. અને તેમણે માત્ર તેમની જ ચોકીદારી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news