આજથી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'નો શુભારંભ; 15 રાજ્યો, 6700 કિ.મીની મુસાફરી...જાણો વિગતે
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈપણ નેતાએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ ભારત જોડે યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: ભારત જોડો ન્યાય યાત્રા 14 મી જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણીપુરથી પ્રારંભ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા ઇમ્ફાલથી શરૂ થશે અને 20 માર્ચે પૂર્ણ થશે.જેને લઇને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીની આ યાત્રા થૌબલ જિલ્લાના ખાંગજોમથી શરૂ થશે. આ દરમિયાન રાહુલ ગાંધી વિવિધ સ્થળોએ રોકાશે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે અને જાહેર સભાઓને સંબોધશે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈપણ નેતાએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ ભારત જોડે યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે, જે મણીપુર 14 મી જાન્યુઆરીએથી પ્રારંભ થઈ 20 માર્ચના રોજ મુંબઈ ખાતે પૂર્ણ થશે.
ગુજરાતના 7 જિલ્લાને આવરી લેશે
રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગાઁધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.
14 જાન્યુઆરી 2024 ના રોજ શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રાનેલઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા માહિતી પાઠવવામાં આવી હતી. ભારત જોડે ન્યાય યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણીપુર થી શરૂ થશે જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે 6,500 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા 110 જિલ્લા અને 15 જેટલા રાજ્યોમાંથી પસાર થશે. દેશમાં વધી રહેલી આર્થિક સમાનતા રાજકીય ધ્રુવીકરણને રોકવા અને સર્વ સમાવેશ રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.
ન્યાય યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે
ભારત જોડો ન્યાય યાત્રા દેશના કુલ 15 રાજ્યોમાંથી પસાર થશે. આ સમયગાળા દરમિયાન, 110 જિલ્લા, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. આ યાત્રા કુલ 6713 કિલોમીટરની હશે. આ યાત્રા જે 15 રાજ્યોમાંથી પસાર થશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રા મુંબઈ, મહારાષ્ટ્રમાં પૂરી થશે.
રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા કોંગ્રેસમા નવા પ્રાણ પૂરશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને બે બેઠકો થી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપે 2024ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે