UTTARAYAN: ક્યાંથી આવ્યો પતંગ શબ્દ? જાણો કેમ ઉત્તરાયણ પર જ ચગાવાય છે પતંગ

ઉત્તરાયણનું એક આગવું મહત્ત્વ છે. ઉત્તરાયણને દોરી અને પતંગનો પર્વ માનવામાં આવે છે. જેમાં લોકો રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવીને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

UTTARAYAN: ક્યાંથી આવ્યો પતંગ શબ્દ? જાણો કેમ ઉત્તરાયણ પર જ ચગાવાય છે પતંગ

UTTARAYAN: ઉંચા આકાશમાં આ દિવસે જામે છે અનોખી જંગ. જેમાં હથિયાર હોય છે દોરી અને પતંગ. દરેક પોત પોતાની પસંદની પતંગ ઉંચા આકાશમાં ઉડાવી છે અને એક બીજાના પતંગો દોરીઓ પરસ્પર એક બીજાને કાપીને આગળ વધે છે. આ પર્વ એટલે દોરી અને પતંગનો પર્વ, જેને પતંગોત્સવ પણ કહેવામાં આવે છે. પણ સવાલ એ થાય છે કે સાલુ આ પતંગ શબ્દ આવ્યો ક્યાંથી...શું તમે જાણો છે આ પતંગની ઉત્પત્તિ વિશે. જાણવા જેવી જે આ રોચક વાત...

"કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં…
ઉરે   ઉત્તરાયણ   ઉમંગ
વન વન પલટ્યા પવન
ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં
કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં"

ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

પવન કઈ બાજુનો છે,પતંગની કિન્ના બાંધી,ચલ ધાબે પતંગ ચગાઈએ,લછ્છો,પીલ્લું,લંગસ્યું,શેરડી,બોર,શીંગની ચીકી,તલની ચીકી,ફિરકી,દોરી આ બધા શબ્દો સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઉત્તરાયણની વાત કરવાના છે ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાઈએ છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એતો તમને જણાવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે હું તમને એ જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો,મકરસંક્રાંતી અને ઉત્તરાયણ અલગ છે કે નહીં.ક્યાં કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ.

પતંગ શબ્દ ક્યાંથી આવ્યો?
ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.

ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ?
આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો.ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news