ગુજરાત કેમિકલકાંડ પર રાહુલ ગાંધીનો સણસણતો સવાલ, 'આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો...'

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે.

ગુજરાત કેમિકલકાંડ પર રાહુલ ગાંધીનો સણસણતો સવાલ, 'આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો...'

અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. અત્રે જણાવવાનું કે આ ગોઝારા કેમિકલકાંડથી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. કોઈ બહેને ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો પતિ તો કોઈએ પોતાના પિતા. સૌથી વધુ મોત બોટાદમાં થયા છે. બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગઈ કાલે 7 જેટલા આરોપીઓ પકડાયા હતા. 

રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું કે 'ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજોની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે. જે ખુબ ચિંતાની વાત છે. આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ધરતી પર બેધડક નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે?'

ये बेहद चिंता की बात है, बापू और सरदार पटेल की धरती पर, ये कौन लोग हैं जो धड़ल्ले से नशे का कारोबार कर रहे हैं? इन माफिया को कौन सी सत्ताधारी ताक़तें संरक्षण दे रही हैं?

— Rahul Gandhi (@RahulGandhi) July 29, 2022

ગૃહ વિભાગની કાર્યવાહી
બોટાદ કેમિકલકાંડ મામલે રાજ્યના ગૃહ વિભાગે પણ મોટી કાર્યવાહી હાથ ધરી. બોટાદના બરવાળા કેમિકલકાંડની ગાજ પોલીસકર્મીઓ પર પડી. રાજ્ય સરકારે મોટી કાર્યવાહી હાથ ધરીને 2 એસપીની બદલી કરી નાખી. જ્યારે 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા. બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં  સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે.

6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ગૃહવિભાગે કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને  સસ્પેન્ડ કરાયા છે. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news