Shravan 2022: શું છે શ્રાવણ માસનું મહત્ત્વ? જાણો શ્રાવણ માસમાં શા માટે કરાય છે શિવજીની પૂજા

શું તમે જાણો છો કેમ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેમ કરવામાં આવે છે? શું તમે શ્રાવણ માસના મહિમા અને મહત્ત્વ વિશે જાણો છો? રોચક માહિતી જાણવા માટે વાંચો આ આર્ટિકલ...

Shravan 2022: શું છે શ્રાવણ માસનું મહત્ત્વ? જાણો શ્રાવણ માસમાં શા માટે કરાય છે શિવજીની પૂજા

નવી દિલ્લીઃ આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો.  આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે ભગવાનની પૂજાનું ખુબ જ મહત્વ રહેલું છે.

પવિત્ર શ્રાવણ મહિનામાં દેવીભાગવત અને શિવપુરાણનું વાંચણ અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. આ મહિનાના દરેક દિવસ સાથે શ્રાવણી સોમવારનું ખુબ જ મહત્વ છે. શિવભક્તો શ્રાવણી માસનો ઉપવાસ કરે છે અથવા તો ફક્ત શ્રાવણીયા સોમવારનો ઉપવાસ કરતાં હોય છે. ભગવાન શિવની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે.

દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું.  જેના કારણે મહાદેવ નિલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નિલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે. અને પોતાના ગળામાં નિલકંઠ ધારણ કરીને નિલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે.

આ શ્રાવણ માસ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે, આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધમ છઠ્ઠ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, પારણાનોમ જેવા અનેક મહત્વના તહેવારો આવે છે. એટલું જ નહીં પણ આ મહિનામાં અનેક જગ્યાઓએ મેળાનું પણ આયોજન કરાયું હોય છે. આ શ્રાવણ મહિનામાં 4 સોમવાપ અને એક શિવરાત્રી આ બધા એક સાથે ભેગા થાય છે તેથી વધુ ફળ આપનાર માસ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્રથમ સોમવારે કાચા ચોખા, બીજાએ તલ, ત્રીજાએ આખા મગ અને ચોથા સોમવારે જવ લેવાના હોય છે. ખાસ મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ મહિનામાં વિશેષ પૂજા અર્ચના કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news