રાહુલની જીદ્દ યથાવત્ત: OBC/દલિત નેતાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવાની ફોર્મ્યુલા
રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવાનાં તમામ પ્રયાસો કરી લેવાયા છે, જો કે તે પોતાની રાજીનામાની જીદ્દ પર યથાવત્ત છે
Trending Photos
નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેને મનાવવાનો સમયગાળો ચાલી રહ્યો છે. જો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ કોઇ પણ સ્થિતીમાં રાજીનામું પરત નહી લે. પાર્ટી પોતાના નવા અધ્યક્ષ 1 મહિનાની અંદર નક્કી કરે. રાહુલ ગાંધીના નજીકના સુત્રોના અનુસાર તેઓ ઇચ્છે છે કે નવા અધ્યક્ષ ઓબીસી અથવા દલિત કોમ્યુનિટીનો હોય. હવે આ કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓને નિશ્ચિત કરવાનું છે કે તેઓ કોઇ પણ ઓબીસી અથવા દલિત નેતાનાં નામ પર અંતિમ મહોર લગાવે છે.
જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM
જો કે રાહુલ ગાંધીનાં રાજીનામું પરત લેવાની માંગ કરીને કેટલાક અન્ય રાજ્યોની કોંગ્રેસ કમેટિયોનાં પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. બીજી તરફ આજે રાહુલ ગાંધીનાં ઘરની બહાર દિલ્હીનાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તા ઉપવાસ પર બેસી ગયા છે. બીજી તરફ આજે રાહુલ ગાંધીનાં ઘરની બહાર દિલ્હીનાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા ઉપવાસ પર બેઠા છે, જેમાં ત્યાર બાદ પોલીસને હટાવી દેવાયા. દિલ્હીનાં પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીનાં ઘરે જશે અને તેમને અધ્યક્ષ પદ પર ફરીથી સ્વિકાર કરવા માટે મનાવશે.
જો કે આ બધાની કોઇ જ અસર રાહુલ ગાંધી પર થતી નથી જોવા મળી રહી. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીનાં કોઇ પણ સીનિયર નેતા સાથે મુલાકાત નથી કરી રહ્યા. એટલે સુધી કે કોંગ્રેસ પાર્ટીના સાંસદો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત નથી થઇ શકી. તે મુદ્દે પાર્ટીની અંદર ઉહાપોહની સ્થિતી છે.
ઓરિસ્સા સરકારે બહાર પાડી મંત્રીઓની યાદી, જાણો કોને કયો વિભાગ મળ્યો
બુધવારે પણ રાહુલ ગાંધીનાં રાજીનામા પર રસાકસી ચાલુ રહી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્યના મુખ્યમંત્રીઓ સીનિયર નેતાઓને તેમ કહેવામાં આવ્યું કે, તેઓ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી આવે. અશોક ગહલોત, ભુપેશ બધેલ, અમરિંદર સિંહ જેવા નેતાઓ પણ પોતાનાં રાજ્યમાં જતા રહ્યા છે.
હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
જો કે સુત્રોનું કહેવું છે કે કમલનાથ અથવા અશોક ગહલોતને હટાવવાની કોઇ સંભાવના નથી. પાર્ટીનાં લોકો કહી રહ્યા છે કે આ બંન્ને નેતાઓ અસ્થિર કરવામાં આવ્યા ત્યાં સરકાર પડી ભાંગી શકે છે. એટલા માટે માનવામાં આવી રહ્યું છેકે બંન્ને મુખ્યમંત્રીઓને અભયદાન મળી ગયું છે. જો કે આ બંન્ને પોતાનાં રાજ્યોમાં જ આંતરિક બળવા સામે લડી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે