ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, આવી છે ‘રણનીતિ’

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે કારણકે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે, આંકડો ન હોવા છતાં પણ ભાજપ પોતાની બંને રાજ્યસભા બેઠકો જાળવી રાખશે. ભાજપના રાજ્યસભાના 2 સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા જેના કારણે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડશે. 
 

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, આવી છે ‘રણનીતિ’

બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે કારણકે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે, આંકડો ન હોવા છતાં પણ ભાજપ પોતાની બંને રાજ્યસભા બેઠકો જાળવી રાખશે. ભાજપના રાજ્યસભાના 2 સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા જેના કારણે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડશે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપી દેતાં એક બેઠક સત્તાવાર રીતે ખાલી પડી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા તો સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક જીતીને લોકસભાના સાંસદ બન્યા છે. જેના કારણે ગુજરાતની 2 રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી આવશે. 

દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગુજરાતની વિધાનસભાની હાલની સ્થિતિને જોતા ભાજપે એક બેઠક ગુમાવવી પડે તેમ છે ત્યારે ભાજપ પ્રમુખે કરેલા દાવાના કારણે રાજકારણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા અલ્પેશ ઠાકોરે પણ દાવો કર્યો કે 15 થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડશે. જેના કારણે કોંગ્રેસ તૂટવાની અટકળો વધુ તેજ બની છે. જો કે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે એક બેઠક પર કોંગ્રેસ જીત મેળવશે.

મેં અને અમારી ટીમે ચૂંટણી પરિણામોની જવાબદારી સ્વીકારી: અમિત ચાવડા

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે, ભાજપની તોડજોડની રાજનીતિ સફળ નહિ થાય અને બે માંથી એક બેઠક કોંગ્રેસ મેળવશે. ભાજપને બંને બેઠકો જાળવી રાખવી હોય છે કુલ 120 મતોની જરુર છે જ્યારે ભાજપ પાસે ફક્ત 103 ધારાસભ્યો છે તેવા સંજોગોમાં બીટીપી, એનસીપી અને એક અપક્ષ પણ ભાજપને ટેકો આપે તો પણ 13 વધુ કોંગ્રેસના ધારાસભ્યોની જરુર પડશે. તેવા સંજોગોમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મેળવવા તડજોડ કરશે.

જો કે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા નહિ પડાવે પરંતુ તેમના ક્રોસ વોટીંગ માટે વિચારણા થઇ રહી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટીંગ ભાજપની તરફેણમાં કરશે અને ભાજપના ઉમેદવારની જીત થશે અને જો કોંગ્રેસ આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરે તો પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે. એટલા માટે ભાજપે આ વખતે રણનીતિ બદલી છે. કારણ કે જો ભાજપ હવે કોંગ્રેસના 10 વધુ ધારાસભ્યોને ભાજપમાં લાવે તો આંતરીક અસંતોષ વધે અને ફરી એકવાર પેટાચૂંટણીઓ આવે જેના કારણે રાજકીય દબાણ પણ વધે. તેવા સંજોગોમાં ભાજપની આ વખતે ક્રોસ વોટીંગની રણનીતિ વધુ સફળ સાબિત થાય તેમ લાગી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news