China તો પાછળ હટ્યું, પણ Rahul Gandhi ક્યારે સ્વીકારશે! રાજકારણ માટે થઈ PM માટે આવા શબ્દોનો ઉપયોગ?

કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેક અંગે થયેલા કરાર મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ડીલ કરવાનો આરોપ લગાવ્યો. 

China તો પાછળ હટ્યું, પણ Rahul Gandhi ક્યારે સ્વીકારશે! રાજકારણ માટે થઈ PM માટે આવા શબ્દોનો ઉપયોગ?

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેક અંગે થયેલા કરાર મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ડીલ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હિન્દુસ્તાનની જમીન ચીનને પકડાવી છે. એ સચ્ચાઈ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારત-ચીન વચ્ચે સરહદે ચાલી રહેલો ગતિરોધ ખતમ થઈ ગયો છે અને બંને દેશોની સેનાઓ પોતાની જૂની સ્થિતિમાં પાછી ફરશે. 

ચીન સામે ઊભા રહેવામાં ડર્યા પીએમ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મર્યાદા ઓળંગી અને પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને ડરપોક સુદ્ધા કહી દીધા. તેમણે કહ્યું કે 'પ્રધાનમંત્રી ડરપોક છે, જેઓ ચીન (China) સામે ઊભા રહી શકતા નથી. તેઓ આપણી સેનાના જવાનોના બલિદાન પર થૂંકી રહ્યા છે. તેો સેનાના બલિદાનને દગો આપી રહ્યા છે. ભારતમાં કોઈને પણ આમ કરવાની મંજૂરી મળવી જોઈએ નહીં. પ્રધાનમંત્રી તેના પર બોલતા કેમ નથી.' તેમણે કહ્યું કે 'પેન્ગોંગ અંગે થયેલા કરારમાં જીત આપણી નહીં પરંતુ ચીનની થઈ છે અને આપણી સેના પાછળ હટી છે. પીએમ મોદીએ ચીન સામે માથું ટેક્યું અને દેશનું માથું નમાવ્યું.'

ફિંગર 4 થી ફિંગર 3 પર કેમ આવી સેના: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ગઈ કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)  પૂર્વ લદાખ (Ladakh)  અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે આપણા સૈનિકો પેન્ગોંગ લેકમાં ફિંગર 3 પર તૈનાત રહેશે. જ્યારે આ અગાઉ આપણા સૈનિકો ફિંગર 4 પર તૈનાત રહેતા હતા અને તે આપણી જમીન છે. હવે આપણે ફિંગર 4 પરથી ફિંગર 3 પર શું કામ આવી ગયા? આખરે પીએમ મોદીએ આપણી જમીન ચીનને કેમ આપી દીધી?'

— Rahul Gandhi (@RahulGandhi) February 12, 2021

રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી હતી જાણકારી
રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભા (Rajya Sabha) માં પૂર્વ લદાખમાં વર્તમાન સ્થિતિ પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'આપણું લક્ષ્ય છે કે એલએસી પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ થઈ જાય. ચીનનો 38,000 ભારતીય જમીન પર અનાધિકૃત કબજો છે. પરંતુ સરકાર ભારતની એક એક ઈંચ જમીનની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને અમે એક ઈંચ પણ જમીન આપશું નહી.' આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે 'પેન્ગોંગ ઝીલના ઉત્તર અને દક્ષિણ તટ પર ડિસએન્ગેજમેન્ટનો કરાર થઈ ગયો છે. ચીન પોતાના સૈનિકોને ફિંગર 8થી પૂર્વ તરફ રાખશે અને એ જ રીતે ભારત પોતાની ટુકડીઓને ફિંગર 3 પાસે પોતાના પરમેનન્ટ બેસ પર રાખશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news