પ્રિયંકાના પુસ્તકમાં ખુલાસો: એક ડાયરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું તો બીજાએ બ્રેસ્ટને લઇને કહી આ વાત

આજ કાલ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાની પુસ્તક 'અનફિનિશ્ડ' (Unfinished) ને લઈને ચર્ચામાં છે.પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાની આ પુસ્તક તેની સાથે થયેલા ખરાબ અનુભવો શેર કર્યા છે.

પ્રિયંકાના પુસ્તકમાં ખુલાસો: એક ડાયરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું તો બીજાએ બ્રેસ્ટને લઇને કહી આ વાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)આ દિવસોમાં પોતાની પુસ્તક 'ફિનિશ્ડ' (Unfinished)ને લઈને ચર્ચામાં છે.આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાની જીંદગીની કેટલીય ગુપ્તવાતો પ્રકાશીત કરી છે.આ પુસ્તકમાં તેમણે એક ડાયરેક્ટરનું નામ પ્રકાશીત કર્યું છે. જેમને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ને એક સોન્ગમાં પોતાના કપડાં ઉતારવાનું કહ્યું હતું. આ કામ કરવાની પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ ના પાડી.

પ્રિયંકાએ ખરાબ અનુભવોને પ્રકાશીત કર્યા
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ આ પુસ્તકમાં પોતાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા કેટલાક ખરાબ અનુભવો પર પ્રકાશ પાડ્યો છે. આ ખરાબ અનુભવો ત્યારના છે જ્યારે તે પોતાના કરિયરની શરૂઆત કરી રહી હતી. પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તે એક સોન્ગ કરી રહી હતી ત્યારે આ સોન્ગમાં પ્રિયંકાને તેમના કપડા એક-એક કરીને ઉતારવાના હતા.આ સોન્ગના શૂટિંગમાટે એકસ્ટ્રા બોડી લેયર પહેરવાનું પ્રિયંકાએ જણાવ્યું હતું. જેથી તે પોતાની સ્કીન ના દેખાડી શકે. પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું છે કે,ડાયરેક્ટરે કિધુ કે હું તેમના સ્ટાઈલિસ્ટ સાથે વાત કરું ' તો મેં એમને ફોન કર્યો અને પરીસ્થિતી સમજાવી અને ડાયરેક્ટરને ફોન આપી દીધો એ ડાયરેક્ટર મારી સામે જ ઉભા હતા.'

સલમાને કરી હતી પ્રિયંકાની મદદ
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ પુસ્તકમાં આગળ લખ્યું છે કે ડાયરેક્ટરે કહ્યું કે જે પણ થાય Panties  દેખાવી જોઈએ નહીં તો લોકો પિક્ચર કેમ જોવા આવશે? મેં તેના પછીના દિવસે જ તે પ્રોજેક્ટ છોડી દીધો. હું આવા લોભામણા સોન્ગ કરવા માટે તૈયાર હતી પરંતુ ડાયરેક્ટરના શબ્દો એવા હતા કે મારી અંતર આત્માએ આ સોન્ગ સ્વીકારવાની ના પાડી. તેમને આગળ લખ્યું કે મારો આ નિર્ણય ડાયરેક્ટરને ભારે પડ્યો હું બીજા કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન તે ડાયરેક્ટર સેટ પર મને મળ્યા. તે પરેશાન હતા.સલમાનખાને આ મામલામાં વચ્ચે પડવું પડ્યું હતું.

ડાયરેક્ટરે બ્રેસ્ટ સર્જરી કરવાનું કહ્યું
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ આ પુસ્તકમાં વધુ એક ખરાબ અનુભવ પર પ્રકાશ પાડ્યો છે. પ્રિયંકાએ લખ્યું કે જ્યારે હું એક પ્રોડ્યુસર/ડાયરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેમને મને ઉભા થઈને ફરવાનું કહ્યું મેં એવું કર્યું. તે કેટલાય સમય સુધી મને જોતા જ રહ્યા પછી મને કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી કરાવવી જોઈએ. જો હું અભિનેત્રિ બનાવા માગતી હોવ તો આ મારે કરાવવું પડશે. તેમણે મને કહ્યું કે તે લૉસ એન્જિલિસમાં એક ડૉક્ટરને ઓળખે છે જેના પાસે મને મોકલી આપશે. આ ઘટના બાદ મેં મારી જાતને નીચી હાંકવાની શરૂ કરી. આમ,પ્રિયંકા ચોપરાએ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા ખરાબ અનુંભવો 'અનફિનિશ્ડ' નામની પુસ્તકમાં લખ્યા છે. કેહેવામાં આવે છે પડદા પર દેખાતું બધુ સાચુ હોતુ નથી. અહીં કામ કરનારા દરેક લોકો છેલ્લે એ માની ને ચાલે છે કે 'ગંદા હૈ પર ધંધા હૈ યે'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news