Pushkar Singh Dhami Oath taking ceremony: પુષ્કર સિંહ ધામી બીજીવાર ઉત્તરાખંડના CM બન્યા, શપથ વિધિ સમારોહમાં સામેલ થયા PM મોદી
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવનારા પુષ્કર સિંહ ધામીએ સતત બીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
Trending Photos
દહેરાદૂન: ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવનારા પુષ્કર સિંહ ધામીએ સતત બીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અન્ય કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ પટેલ પણ દહેરાદૂન પહોંચ્યા.
આ 8 મંત્રીઓ પણ લીધા શપથ
પુષ્કર સિંહ ધામી ઉપરાંત 8 મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં સતપાલ મહારાજ (ચોબટ્ટાખાલ બેઠક), પ્રેમચંદ અગ્રવાલ, ગણેશ જોશી (મસૂરી), ધન સિંહ રાવત (શ્રીનગર), સુબોધ ઉનિયાલ (નરેન્દ્રનગર), રેખા આર્ય (સોમેશ્વર), ચંદન રામ દાસ (બાગેશ્વર સીટ), સૌરભ બહુગુણા (સિતારગંજ બેઠક) સામેલ છે.
Uttar Pradesh CM-designate Yogi Adityanath, Union Minister Nitin Gadkari and other BJP leaders attend the swearing-in ceremony of Uttarakhand CM-designate Pushkar Singh Dhami in Dehradun. pic.twitter.com/0BTPnPppYD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
ભાજપને મળ્યું બે તૃતિયાંશ બહુમત પણ ધામી હાર્યા
ઉત્તરાખંડમાં હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 70 બેઠકોમાંથી 47 બેઠકો પર જીત મેળવી અને બે તૃતિયાંશથી વધુ બહુમત મેળવી સતત બીજીવાર સત્તા પર બિરાજમાન થઈ. ભાજપે રાજ્યમાં સતત બીજીવાર સત્તા જાળવી રાખનારી એકમાત્ર પાર્ટી બનીને ઈતિહાસ રચ્યો. ચૂંટણીમાં ભાજપની જીત થઈ પરંતુ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે ખટીમાથી ચૂંટણી હારી ગયા. તેઓ બેવારથી ખટીમાથી ચૂંટણી જીતતા આવ્યા હતા. પરંતુ આ વખતે ચૂંટણી હારી ગયા. જો કે આમ છતાં ભાજપે તેમના પર ભરોસો વ્યક્ત કર્યો અને મુખ્યમંત્રી પદ માટે આગળ કર્યા. દહેરાદૂનમાં સોમવારે થયેલી એક બેઠકમાં ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ધામીએ રાજ્યપાલની મુલાકાત કરી અને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો.
BJP's Pushkar Singh Dhami takes oath as the Chief Minister of Uttarakhand, in Dehradun. pic.twitter.com/JpG0dBvnmX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022
ગત વર્ષે મુખ્યમંત્રી બન્યા હતા પુષ્કર સિંહ ધામી
ગત વર્ષ 4 જુલાઈના રોજ પુષ્કર સિંહ ધામીએ તીરથ સિંહ રાવતની જગ્યાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તીરથ સિંહ રાવતે ત્રિવેન્દ્ર સિંહ રાવત બાદ છ મહિનાના નિર્ધારિત સમયની અંદર વિધાનસભા માટે ચૂંટાઈ ન આવવાના કારણે રાજીનામું આપ્યું હતું. પુષ્કર સિંહ ધામીએ અનેક વર્ષો સુધી વિદ્યાર્થી શાખા એબીવીપીમાં વિવિધ પદો પર કામ કર્યું છે. તેમણે બે કાર્યકાળ માટે ઉત્તરાખંડમાં ભાજપની યુવા વિંગના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે.
6 મહિનાની અંદર ધામીએ વિધાયક બનવું પડશે
મુખ્યમંત્રી બન્યા બાદ પુષ્કર સિંહ ધામીએ આગામી 6 મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું પડશે. હવે પાર્ટીએ એ અંગે માથાપચ્ચી કરવી પડશે કે પુષ્કર સિંહ ધામીને કઈ બેઠક પરથી કેવી રીતે ચૂંટણી લડાવવામાં આવે. બંધારણની કલમ 164 (4)માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જો વિધાનસભાનો સભ્ય ન હોય તો તે 6 મહિનાથી વધુ સમય સુધી મંત્રી પદ પર રહી શકે નહીં. આવામાં તેણે 6 મહિનાની અંદર સદનની સદસ્યતા લેવી પડશે. જો આમ ન થઈ શકે તો તેમણે સીએમની ખુરશી છોડવી પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે