Punjab: શપથગ્રહણ પહેલા પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, સુનિલ જાખડે નારાજગી વ્યક્ત કરી
પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ તરીકે આજે સવારે 11 વાગે શપથ લેશે.
Trending Photos
ચંડીગઢ: પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ તરીકે આજે સવારે 11 વાગે શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જો કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા.
ડેપ્યુટી સીએમની રેસમાંથી બહાર થયા બ્રહ્મ મહિન્દ્રા
ચરણજીત સિંહ ચન્ની સરકાર શપથ ગ્રહણ કરે તે પહેલા મોટો ઉલટફેર થયો છે. બ્રહ્મ મહિન્દ્રા ડેપ્યુટી સીએમની રેસમાંથી બહાર થયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બ્રહ્મ મહિન્દ્રાની જગ્યાએ ઓપી સોની ડેપ્યુટી સીએમ પદના શપથ લઈ શકે છે. આ ઉપરાંત સુખજિંદર સિંહ રંધાવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
સુનિલ જાખડ નારાજ થયા
પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીના શપથગ્રહણ અગાઉ જ પંજાબ કોંગ્રેસમાં મતભેદ શરૂ થઈ ગયા છે. હરીશ રાવતના નિવેદન પર સુનિલ જાખડે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હરીશ રાવતનું નિવેદન સીએમને કમ આંકનારું છે. અત્રે જણાવવાનું કે હરીશ રાવતે કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે.
"On the swearing-in day of Charanjit Channi as CM, Mr Rawats’s statement that “elections will be fought under Sidhu”,is baffling. It’s likely to undermine CM’s authority but also negate the very ‘raison d’être’ of his selection for this position": Congress leader Sunil Jakhar pic.twitter.com/TOoLSGNuxD
— ANI (@ANI) September 20, 2021
બે ડેપ્યુટી સીએમ બનાવશે કોંગ્રેસ
કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે એ વાતની પુષ્ટિ કરી છે કે પંજાબમાં બે ડેપ્યુટી સીએમ (DyCM) બનાવવામાં આવશે. હરીશ રાવતે કહ્યું કે એવી બધાની ભાવના છે કે બે ડેપ્યુટી સીએમ હોવા જોઈએ. કેટલાક નામ પર વિચાર પણ થયો છે પરંતુ તે મુખ્યમંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આથી આ અંગે હાઈ કમાન સાથે વાત કરીશું અને નામ નક્કી કરીશું. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવનકુમાર બંસલે જે બે નામ પર મહોર લગાવી છે તે છે બ્રહ્મ મહિન્દ્રા અને સુખજિંદર રંધાવા.
ચરણજીત સિંહ ચન્ની હશે પહેલા દલિત સીએમ
ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત સીએમ હશે. ટ્વિટર પર કોંગ્રેસ નેતાઓએ દલિત મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયના ખુબ વખાણ કર્યા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાએ આશાનું નવું કિરણ ગણાવ્યું.
કોંગ્રેસે દલિત કાર્ડ ખેલવાનું શરૂ કર્યું
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસે નવો ઈતિહાસ રચ્યો. એક દલિત સાથી, સરદાર ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવીને દરેક ગરીબ સાથી અને કાર્યકરોને ગૌરવાન્વિત અને શક્તિશાળી બનાવ્યા. તારીખ સાક્ષી છે કે આજનો આ નિર્ણય પંજાબ અને દેશના દરેક વંછિત અને શોષિત સાથી માટે આશાની નવી કિરણ બનશે અને નવા દરવાજા ખોલશે.
આ બાજુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે ઐતિહાસિક! પંજાબના પહેલા દલિત સીએમ-પદનામ, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. બંધારણ અને કોંગ્રેસની ભાવનાને નમન! ચરણજીત ચન્ની ભાઈને શુભેચ્છાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે