Punjab: ચરણજીત સિંહ ચન્ની પર ભાજપનો આરોપ, 'કોંગ્રેસે MeToo ના આરોપીને CM બનાવ્યા'
ભાજપના નેતા અમિત માલવીયે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસે મીટુ (MeToo) મામલે ચર્ચામાં રહેલા ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) ને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદથી જ ભારતીય જનતા પાર્ટીને જાણે પ્રહારો કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. હવે ભાજપના નેતા અમિત માલવીયે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
ખુબ સરસ રાહુલ ગાંધી
અમિત માલવીયે ટ્વીટ કરીને કહ્યું કે 'કોંગ્રેસે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા જેમણે ત્રણ વર્ષ જૂના મીટુ કેસમાં કાર્યવાહીનો સામનો કર્યો હતો. તેમણે કથિત રીતે વર્ષ 2018માં એક મહિલા IAS અધિકારીને અયોગ્ય સંદેશ મોકલ્યા હતા. તે મામલાને દબાવી દેવાયો હતો, પરંતુ પંજાબ મહિલા આયોગ દ્વારા નોટિસ મોકલવામાં આવ્યા બાદ ફરીથી ખુલી ગયો, ખુબ સરસ, રાહુલ'.
મહિલા સુરક્ષાની વાત કેવી રીતે કરશે રાહુલ?
પોતાની બીજી ટ્વીટમાં માલવીયે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનમાં કોંગ્રેસે બાળ વિવાહને રજિસ્ટર્ડ કરવા, તેને માન્યતા આપવા અને યુવા છોકરીયોને તેમના મોટા થવાના વર્ષોમાં લૂંટવાનું એક બિલ પાસ કર્યું અને હવે એક MeToo આરોપીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા છે. હવે રાહુલ ગાંધી માટે મહિલા સશક્તિકરણ પર ધર્મપરાયણતાની પ્રતિક્ષા કરો.
In the last few days, Congress in Rajasthan passed a bill to register child marriages, giving it legitimacy and robbing young girls of their growing up years, and now has elevated a #MeToo accused as CM of Punjab.
Let’s wait for Rahul Gandhi to pontificate on women empowerment…
— Amit Malviya (@amitmalviya) September 19, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે