Bhavai: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ વિવાદમાં સપડાઈ, નામ બદલાયું છતાં ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રતિબંધની કરી માગણી
Trending Photos
નવી દિલ્હી: વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને રાતોરાત સ્ટાર બની ગયેલા જાણીતા ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) હાલ દર્શકોની પહેલી પસંદ બનેલા છે. પોતાના અભિનયથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરનારા પ્રતિકની આગામી ફિલ્મ ‘Bhavai’ (ભવાઈ) હાલ જો કે વિવાદમાં સપડાઈ છે.
ભવાઈનું ટ્રેલર થયું રિલીઝ
જ્યારથી મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું ત્યારથી જ પ્રતિક ગાંધી કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફિલ્મ ભવાઈનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ફિલ્મ પર યૂઝર્સે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
હાલમાં જ બદલાયું ફિલ્મનું નામ
હકીકતમાં ટ્રેલરની 1 મિનિટ અને 50મા સેકન્ડે એક એવો સીન આવે છે જ્યાં રાવણની ભૂમિકા, રામના પાત્રને સવાલ કરે છે કે 'તમે અમારી બહેનનો અનાદર કર્યો, તો અમે તમારી સ્ત્રીનો અનાદર કર્યો પણ તમારી જેમ નાક નથી કાપ્યું. છતાં લંકા અમારી બળી. ભાઈ અને દીકરા અમારા શહીદ થયા, બધી પરીક્ષાઓ પણ અમે આપી અને જય-જયકાર તમારો. આવું કેમ?' જેના પર રામનું પાત્ર કહે છે કે 'કારણ કે અમે ભગવાન છીએ.' ફિલ્મના ટ્રેલરમાં કઈક એવા શબ્દોનો પ્રયોગ થયો છે કે જેનાથી વિવાદ થઈ રહ્યો છે.
પ્રતિબંધની માગણી ઉઠી
ફિલ્મનું નામ રાવણલીલા હતું પરંતુ વિવાદ થયા બાદ નામ બદલવાનું નક્કી કરાયું અને નામ બદલીને પછી ભવાઈ કરી નાખવામાં આવ્યું. પરંતુ હજુ પણ ગુસ્સે ભરાયેલા લોકો શાંત થવાનું નામ લેતા નથી અને સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ અને પ્રતિક ગાંધીની ધરપકડની માગણી કરી રહ્યા છે.
It is time that Hindus stood up and start slapping class action law suits on these Hindu phobic directors. @myogiadityanath , @ianuragthakur#BanRavanLeela_Bhavai#ArrestPratikGandhi pic.twitter.com/14HaoUPWGm
— Bhupendra Sharma (@Bhupend00828186) September 19, 2021
Government should make some law for stopping this kind of movie which are hurting Hindu dharma and sentiments directly. RPT #BanRavanLeela_Bhavaipic.twitter.com/Fbo3edLTVZ
— Rudraasha#प्रशासक समिति (@Rudraasha1) September 19, 2021
યૂઝર્સે ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર પર Ban RavanLeela_Bhavai, અને #arrestpratikgandhi ટ્રેન્ડ કરી રહ્યા છે. ટ્રોલર્સનું કહેવું છે કે શ્રીરામ અને રાવણની સરખામણી થઈ રહી છે જે ખોટી છે.
યૂઝર્સનો ગુસ્સો નથી થયો શાંત
એક યૂઝરે લખ્યું કે એકવાર ફરીથી બોલીવુડે રાવણના ગુણગાન કર્યા અને ભગવાન રામ અને હનુમાનજીનું અપાન કરીને હિન્દુફોબિક થઈ રહ્યું છે. આવો આગળ આવીને તેમને પાઠ ભણાવીએ. અન્ય યૂઝરે લખ્યું કે સરકારે કેટલાક કાયદા બનાવવા જોઈએ જેમાં આ પ્રકારની ફિલ્મોને બંધ કરવી જોઈએ. જે હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડે છે.
Hindus worship lord Rama NOT because he is Supreme Being. Rama attracts everyone not by blowing his supremacy trumpet, rather he absorbs the minds of even great sages by:
•his principles,
•his words and
•his deeds#BanRavanLeela_Bhavai#ArrestPratikGandhi @myogiadityanath pic.twitter.com/Ac5Im2xk51
— Rahul (@0_athlete) September 19, 2021
#BanRavanLeela_Bhavai you blady @AindritaR your suit for surphanka not for Ma Sitha.. pic.twitter.com/zXMBqzrxUr
— Pavan Kumar (@PavanKu43801528) September 19, 2021
Shriram and Ravan are compared inappropriately in the upcoming film – Ravan Leela.. Tw20#BanRavanLeela_Bhavaipic.twitter.com/LYQJvHEspy
— कट्टर हिन्दू ( प्रशासक समिति) (@kattarhindu003) September 19, 2021
1 ઓક્ટોબરે રિલીઝ થશે ફિલ્મ
અત્રે જણાવવાનું કે આ ફિલ્મ દ્વારા પ્રતિક ગાંધી મોટા પડદે ડગ માંડી રહ્યા છે. આ ફિલ્મ 1 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રતિક ગાંધીની સાથે એન્દ્રિતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી અને કૃષ્ણા બિષ્ટ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે