8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, સારવાર દરમિયાન થયું મોત
ગુજરાતના ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું આજે નિધન થયું છે. બળાત્કાર બાદ સતત બેભાન રહેલી બાળકી આજે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાંજે 6.15 કલાક આસપાસ આ બાળકીનું નિધન થયું છે.
Trending Photos
વડોદરાઃ ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને આજે બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત
મૂળ ઝારખંડનો પરિવાર ભરૂચના ઝઘડિયામાં રહેતો હતો અને ત્યાં કામકાજ કરતો હતો. આ પરિવારની એક 10 વર્ષીય દીકરી પર 16 ડિસેમ્બરે નજીકમાં જ રહેતા અને ઝારખંડના વિજય પાસવાને આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એટલી વિક્રુત માનસિકતા હતી કે તેણે બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
10 વર્ષની ‘નિર્ભયા’ હારી ગઇ જિંદગીનો જંગ, ભરૂચના ઝઘડિયામાં માસૂમ સાથે થયું હતું બર્બરતાપૂર્વક દુષ્કર્મ#Gujarat #BreakingNews #News #Bharuch pic.twitter.com/m3cZ5qj5FD
— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2024
શું બોલ્યા ડોક્ટર
બાળકીના મોત અંગે સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીને આજે બપોરના સમયે પહેલ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ બાળકીની સ્થિતિ ખુબ ગંભીર હતી. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતા બાળકી થોડી સ્ટેબલ થઈ પરંતુ સાંજે 5.15 કલાકે ફરી બાળકીને બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો. ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પહેલા ભરૂચ અને ત્યારબાદ વડોદરામાં સારવાર
બળાત્કાર પીડિતા બાળકીને સારવાર માટે પહેલા ભરૂચ ખસેડવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વડોદરામાં બાળકીની ડોક્ટરો દ્વારા સતત સારવાર કરવામાં આવી રહી હતી. બે વખત બાળકી પર સર્જરી પણ કરવામાં આવી હતી. 10 ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત ખડેપગે હતી. પરંતુ આજે આઠ દિવસ બાદ આ બાળકી જીવન સામે જંગ હારી ગઈ છે.
અત્યંત દુઃખદ: ભરૂચ રેપ પીડિત 10 વર્ષીય બાળકીએ દમ તોડ્યો! છેલ્લા 6 દિવસથી વડોદરામાં ચાલી રહી હતી સારવાર#Gujarat #BreakingNews #News #Bharuch pic.twitter.com/5vYuajDSe7
— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2024
હેવાનિયત સામે બાળકી હારી
ઝારખંડનો આ પરિવાર 16 ડિસેમ્બરનો દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે તેની બાળકી એક હેવાનના હાથમાં આવી ગઈ અને તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઝારખંડની બાળકી સામે દુષ્કર્મ બાદ ઝારખંડ સરકારનું એક પ્રતિનિધિમંડળ પણ વડોદરાની મુલાકાતે આવ્યું હતું. બાળકીના માતા-પિતા સયાજી હોસ્પિટલમાં બાળકી જીવે તે માટે સતત પ્રાર્થના કરી રહ્યાં હતા.
ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે સિંહએ આપી શ્રદ્ધાંજલિ
आज एक मासूम बच्ची को खोने का दुख शब्दों में बयां नहीं किया जा सकता। नौ साल की उस नन्हीं गुड़िया ने जिस दर्द को सहा और जिस विभत्स घटना का शिकार हुई, वह हमारी इंसानियत पर गहरा सवाल खड़ा करती है।
भरूच, गुजरात में झारखंड के एक श्रमिक की इस बच्ची के साथ जो हुआ, वह हमें झकझोर कर रख… pic.twitter.com/JSSSJLQe0p
— Dipika Pandey Singh (@DipikaPS) December 23, 2024
ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ
પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું.. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ હતી જ્યાં તેની બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બાળકી ભાનમાં આવી નહોતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે