અત્યંત ભયાનક હતો પુલવામા હુમલો, શહીદ જવાનોના મૃતદેહોની ઓળખ આ રીતે કરવી પડી
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના મૃતદેહોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાનના આધારે કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. આથી તેમની ઓળખ ખુબ મુશ્કેલ બની હતી.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના મૃતદેહોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાનના આધારે કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. આથી તેમની ઓળખ ખુબ મુશ્કેલ બની હતી.
આ શહીદોની ઓળખ આધાર કાર્ડ, ફોર્સના આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા તેમના ખિસ્સા કે બેગોમાં રાખવામાં આવેલી રજાઓની અરજી પરથી થઈ હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મૃતદેહોની ઓળખ કાંડામાં બાંધેલી ઘડિયાળો અથવા તેમના પર્સના આધારે થઈ હતી. આ સામાનની ઓળખ તેમના સહયોગીઓએ કરી હતી.
પુલવામા હુમલાના કાવતરાખોર આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ, 'આ' જગ્યાએ છૂપાઈને બેઠો છે
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર થયેલા હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થયાં. આ હુમલાનો મુખ્ય કાવતરાખોર આતંકી અબ્દુલ રાશીદ ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં હોવાની જાણકારી મળી છે. જે મુજબ આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી લેવાયું છે. કહેવાય છે કે આતંકી અબ્દુલ રાશીદ ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યો હતો. સુરક્ષા દળો હવે તેની શોધમાં લાગ્યા છે.
કહેવાય છે કે એજન્સીઓને પુલવામા આતંકી હુમલાના એક મહિના પહેલા જાણકારી મળી હતી કે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કોઈ મોટા હુમલાની ફીરાકમાં છે. પરંતુ એજન્સીઓ એ હુમલા અંગે જાણકારી મેળવવા નિષ્ફળ રહી. જૈશ એ મોહમ્મદમાં સામેલ થયેલા લગભગ 70 આતંકીઓમાંથી આદિલ અહેમદ ડાર સી કેટેગરીનો આતંકી હતો. ડારે જ ગુરુવારે સીઆરપીએફના કાફલામાં સામેલ વાહનને વિસ્ફોટકો ભરેલી કારથી અથડાવીને આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે