શાહીન બાગ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, જાહેર સ્થળો પર અનિશ્ચિતકાળ માટે કબજો જમાવી શકાય નહીં'
દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહ જાહેર સ્થળોને બ્લોક કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે પબ્લિક પ્લેસ પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ધરણા પ્રદર્શનનો અધિકાર પોતાની જગ્યાએ છે પરંતુ અંગ્રેજોના રાજવાળી હરકત અત્યારે કરવી એ યોગ્ય નથી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહ જાહેર સ્થળોને બ્લોક કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે પબ્લિક પ્લેસ પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ધરણા પ્રદર્શનનો અધિકાર પોતાની જગ્યાએ છે પરંતુ અંગ્રેજોના રાજવાળી હરકત અત્યારે કરવી એ યોગ્ય નથી.
જાહેર સ્થળો પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, રસ્તાને પ્રદર્શનકારીઓએ બ્લોક કરી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટથી અલગ અલગ ચુકાદો અપાયો. કોર્ટે કહ્યું કે જાહેર સ્થળો અને રસ્તાઓ પર અનિશ્ચિત કાળ માટે કબ્જો જમાવી શકાય નહીં.
SC says public places cannot be occupied indefinitely like during the Shaheen Bagh protests
— Press Trust of India (@PTI_News) October 7, 2020
પબ્લિક પ્લેસને બ્લોક કરી શકો નહી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધ જતાવવા માટે પબ્લિક પ્લેસ કે રસ્તાને બ્લોક કરી શકાય નહી. અધિકારીઓએ આ પ્રકારના અવરોધને તરત હટાવવો જોઈએ. વિરોધ પ્રદર્શન નિર્ધારિત જગ્યાઓ પર જ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓના સાર્વજનિક સ્થળો પર પ્રદર્શન એ લોકોના અધિકારોનું હનન છે. કાયદામાં તેને મંજૂરી નથી.
Occupying public places like Shaheen Bagh for protests is not acceptable, says SC
— Press Trust of India (@PTI_News) October 7, 2020
વિરોધ સાથે કર્તવ્ય પણ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અવરજવરનો અધિકાર અનિશ્ચિતકાળ માટે રોકી શકાય નહી. શાહીન બાગમાં મધ્યસ્થતા સફળ થઈ નહી. પરંતુ અમને કોઈ પસ્તાવો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર બેઠકો પર પ્રતિબંધ લગાવી શકાય નહીં. પરંતુ તે નિર્દિષ્ટ ક્ષેત્રોમાં થવી જોઈએ. બંધારણ વિરોધનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન કર્તવ્યો સાથે જોડવા જોઈએ.
100 દિવસથી વધુ સમય માટે ચાલ્યા હતા ધરણા
અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાના વિરોધમાં શાહીન બાગમાં 100 દિવસ કરતા પણ વધુ સમય માટે લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતાં. પરંતુ કોરોના વાયરસના કારણે દિલ્હીમાં કલમ 144 લાગુ થયા બાદ પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા હતાં. શાહીન બાગ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરાઈ હતી. ધરણાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા હહતાં અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે