સુશાંત સિંહ રાજપૂત કેસ: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને આપ્યું અત્યંત મહત્વનું નિવેદન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ કેસમાં થઈ રહેલા એક ખોટા દાવા પર સ્પષ્ટતા કરી છે. ભાજપ (BJP) ના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મીડિયાના એક ભાગમાં એવા અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે તેમણે આ કેસમાં પોતે જાતે ધ્યાનમાં લેવાની વાત કરી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર હર્ષવર્ધને લખ્યું કે અપુષ્ટ દાવાઓના આધારે રજુ  કરાયેલી આ એક ખોટી ખબર છે. આ મામલા સંબંધિત કોઈ વાત કોઈ પણ અન્ય અધિકારી સાથે કરી નથી કે આવી કોઈ તપાસ માટે કહ્યું નથી. 
સુશાંત સિંહ રાજપૂત કેસ: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને આપ્યું અત્યંત મહત્વનું નિવેદન

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ કેસમાં થઈ રહેલા એક ખોટા દાવા પર સ્પષ્ટતા કરી છે. ભાજપ (BJP) ના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મીડિયાના એક ભાગમાં એવા અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે તેમણે આ કેસમાં પોતે જાતે ધ્યાનમાં લેવાની વાત કરી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર હર્ષવર્ધને લખ્યું કે અપુષ્ટ દાવાઓના આધારે રજુ  કરાયેલી આ એક ખોટી ખબર છે. આ મામલા સંબંધિત કોઈ વાત કોઈ પણ અન્ય અધિકારી સાથે કરી નથી કે આવી કોઈ તપાસ માટે કહ્યું નથી. 

અત્રે જણાવવાનું કે એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે આ કેસમાં કોઈ પણ સ્પષ્ટ પરિણામ પર પહોંચવું ખુબ મુશ્કેલ છે. આ એક આત્મહત્યા હતી કે હત્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમની ટીમે પ્રાપ્ત પુરાવાના આધારે બનેલો પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે.

An INCORRECT claim is being made in a section of the media that I have offered to take personal cognisance of Sushant death case.

I’ve NOT spoken to anyone nor offered to examine any case. Pls refrain from believing any unverified statements.#SushantSinghRajputCase

— Dr Harsh Vardhan (@drharshvardhan) October 6, 2020

નવી તપાસની જરૂર
એમ્સ ફોરેન્સિક હેડે આ કેસને લઈને એક વધુ વિભાગીય તપાસની જરૂરિયાત ગણાવતા કહ્યું કે તેમને લાગે છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના આ કેસમાં એક વધુ ફોરેન્સિક તપાસ થવી જોઈએ. 

મેડિકલ બોર્ડનો દાવો
સોમવારે એમ્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે Forensic Medicine and Toxicology વિભાગ પ્રમુક ડૉ. સુધીર ગુપ્તા દ્વારા બનાવવામાં આવેલા મેડિકલ બોર્ડે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈની ભલામણ પર કામ કર્યું હતું. એજન્સી તરફથી આ કેસમાં ટીમનો મત માંગવામાં આવ્યો અને અમે અમારું કામ સારી રીતે પૂરું કર્યું. 

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના મુંબઈના બાન્દ્રા સ્થિત ફ્લેટ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. આ મામલે સુશાંતના પિતાએ પટણામાં પુત્રની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ સરકારી એજન્સીઓની તપાસ બોલીવુડના ડ્રગ્સલોક સુધી પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news