SBI એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર, તમારું ડેબિટ કાર્ડ બની ગયું છે વધુ દમદાર

જો તમે દેશના સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. આ તહેવારની સિઝનમાં તમે તમારી ખરીદી માટે બેન્ક બેલેન્સની જરૂર નહી પડે. એસબીઆઇ પોતાના ખાતાધારકો માટે જાહેર કરવામાં આવેલા ડેબિટ કાર્ડ (Debit Card) માં એક ખાસ સુવિધા આપી રહ્યા છે.  

SBI એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર, તમારું ડેબિટ કાર્ડ બની ગયું છે વધુ દમદાર

નવી દિલ્હી: જો તમે દેશના સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. આ તહેવારની સિઝનમાં તમે તમારી ખરીદી માટે બેન્ક બેલેન્સની જરૂર નહી પડે. એસબીઆઇ પોતાના ખાતાધારકો માટે જાહેર કરવામાં આવેલા ડેબિટ કાર્ડ (Debit Card) માં એક ખાસ સુવિધા આપી રહ્યા છે.  

ડેબિટ કાર્ડમાં ઇએમઆઇની સુવિધા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના અનુસાર ખાતાધારકોને આપવામાં આવેલા ડેબિટને વધુ દમદાર બનાવી દે છે. બેન્કના અનુસાર ડેબિટ કાર્ડ્સ હવે ઇએમઆઇ (EMI) સુવિધા સાથે આપવામાં આવી રહ્યા છે. તેનો ફાયદો તે ગ્રાહકોને થશે જે હોમ એપ્લાયન્સીસ (Home Appliances) અથવા ઓનલાઇન શોપિંગ (Online Shopping) કરવા માંગે છે. ગ્રાહકો પોતાની ખરીદીને તાત્કાલિક સરળ હપ્તામાં કન્વર્ટ કરી શકે છે. 

જાણકારી અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોને આપવામાં આવેલા ડેબિટ કાર્ડમાં પ્રી એપ્રૂવ્ડ (Pre approved) ઇએમઆઇ સુવિધા આપી રહ્યા છે. તમને આ સુવિધા મળી રહી છે કે નહી, તેની જાણકારી બેન્ક પાસેથી લઇ શકો છો. સંભાવના છે કે ઘણા ડેબિટ કાર્ડ્સમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. 

— State Bank of India (@TheOfficialSBI) October 6, 2020

ફ્લિપકાર્ટ અને અમેઝોન સેલમાં ઉઠાવી શકો છો લાભ
જાણકારોનું કહેવું છે કે એસબીઆઇએ પોતાના સિલેક્ટેડ ગ્રાહકો માટે પ્રી એપ્રૂવ્ડ ઇએમઆઇની સુવિધા ઓનલાઇન શોપિંગ માટે પણ આપી છે. ગ્રાહકો સૌથી પોપુલર ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ ફ્લિપકાર્ટ અને અમેઝોનમાં આ સુવિધા લઇ શકો છો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news