પહેલી જ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ દેખાડ્યા તેવર, RSS માટે આપ્યું મોટું નિવેદન
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળ્યા બાદ પહેલીવાર પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીની બેઠકમાં સામેલ થયાં. આ દરમિયાન તેમણે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમે સંઘની વિચારધારાને પરાજિત કરીશું. તેમણે કહ્યું કે ભાજપ અને સંઘની વિચારધારા તથા ચિંતન પ્રક્રિયાને સયુંક્ત રીતે પડકારવાની જરૂર છે.
ગુરુવારે કોંગ્રેસની મીટિંગમાં સામેલ થયેલા પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ અને ભાઈ રાહુલ ગાંધીથી અલગ બેઠા હતાં. તેઓ ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાની બાજુમાં બેઠા હતાં. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે પાર્ટી હેડક્વાર્ટર જઈને પદભાર સંભાળ્યો હતો. તેમને મહાસચિવ- પ્રભારી (પૂર્વ ઉત્તર પ્રદેશ) નિયુક્ત કરાયા છે. હાલમાં જ પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ પ્રભારી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મહાસચિવ-પ્રભારી નિયુક્ત કરાયા છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટી હેડક્વાર્ટરમાં ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રૂમની બાજીના રૂમમાં બેસશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં અધ્યક્ષની બાજુનો રૂમ પ્રિયંકાને અપાયો છે જ્યાં રાહુલ પોતે એક સમયે પાર્ટી ઉપાધ્યક્ષ તરીકે બેસતા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રિયંકાના આ રૂમની નજીક જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, અને મોતીલાલ વોરાના પણ રૂમ છે.
પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધી સાથે 11 ફેબ્રુઆરીના રોજ ચાર દિવસના લખનઉ પ્રવાસે જશે. કોંગ્રેસના અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ અને પ્રિયંકા 11 ફેબ્રુઆરીના રોજ લખનઉ જશે. તેમની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. તેમના જણાવ્યાં મુજબ પ્રિયંકા 11થી 14 ફેબ્રુઆરી સુધી લખનઉમાં રહેશે. તેઓ પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો પર સંગઠનની સ્થિતિની સમીક્ષા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે