કાશ્મીરના નેતાઓ સાથે PM મોદી કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે એજન્ડા
જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને પણ 24 જૂનની બેઠકમાં ભાગ લેવા માટે કેંદ્ર તરફથી ફોન આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ની તમામ પાર્ટીઓ (All Party) ના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. આ બેઠકમાં પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Jammu Kashmir Assembly Election) કરાવવાને લઇને ચર્ચા કરવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેંદ્રીય મંત્રીઓ સામેલ થવાની સંભાવના છે. સ્પષ્ટ છે કે કાશ્મીરના નેતાઓ સાથે આ બેઠક ઘણા પ્રકારે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
24 જૂનના રોજ થઇ શકે છે બેઠક
અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠક 24 જૂનના રોજ બોલાવવામાં આવી છે. ઓગસ્ટ 2019માં કેંદ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કર્યા બાદ ઉત્પન્ન થયેલા ગતિરોધને દૂર કરવા માટે કેંદ્ર તરફથી પહેલીવાર આવી પહેલ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે કેંદ્રીય નેતૃત્વના નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલા, પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, જમ્મૂ કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી) ના અલ્તાફ બુખારી અને પીપુલ્સ કોન્ફ્રેંસના પ્રમુખ સજ્જાદ લોનને બેઠકમાં આમંત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મહેબૂબાને આવ્યો ફોન
જમ્મૂ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને પણ 24 જૂનની બેઠકમાં ભાગ લેવા માટે કેંદ્ર તરફથી ફોન આવ્યો હતો. જોકે તે આ બેઠકમાં સામેલ થશે કે નહી, તેના પર તેમણે કહ્યું 'મેં હજુ સુધી નિર્ણય લીધો નથી. હું મારી પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરીને આ વિશે અંતિમ નિર્ણય લઇશ.
તારિગામીને હજુ સુધી નથી મળ્યું આમંત્રણ
માકપા નેતા અને પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD) ના પ્રવક્તા એમ.વાઇ.તારિગામીને આ મીટિંગમાં આવવા માટે હજુ સુધી આમંત્રણ આવ્યું નથી. પરંતુ તેમણે કહ્યું કે સંદેશ મળતાં જ તે ભાગ લેશે. તારિગામીએ કહ્યું કે 'અમે કેંદ્રની સાથે સાર્થક વાતચીત માટે પોતાના દરવાજાને બંધ કર્યા નથી. જોકે મને કોઇ વાતચીત વિશે કોઇ જાણકારી મળી નથી. જો આમ થાય છે, તો તેનું સ્વાગત કરવામાં આવશે.'
તમને જણાવી દઇએ કે પીએજીડી જમ્મૂ કાશ્મીરમાં કેટલી પાર્ટીઓનું ગઠબંધન છે, જેમાં નેશનલ કોન્ફ્રેંસ અને પીડીપી સામેલ છે. આ ગઠબંધન કેંદ્ર દ્વારા ઓગસ્ટ 2109 માં લેવામા6 આવેલા નિર્ણય બાદ લીધો હતો.
સંવાદ જરૂરી
જેકેએપીના અધ્યક્ષ બુખારીએ કહ્યું 'હું આ પહેલનું સ્વાગત કરું છું. જમ્મૂ કાશ્મીરમાં લોકતંત્ર અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે સંવાદ એકમાત્ર રીત છે. કારણ કે અમારી તમામ સમસ્યાઓનું સમાધાન નવી દિલ્હી પાસે જ છે. આ નેતાઓ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના જમ્મૂ કાશ્મીરના એકમોને નેતાઓએ પણ આ ચર્ચામાં સામેલ થવાની સંભાવના છે. આ સંપૂર્ણ કવાયદને કેંદ્ર શાસિત પ્રદેશમાં સામાન્ય રાજકીય પ્રક્રિયાઓને મજબૂત કરવાના પ્રયાસોના ભાગ રૂપે જોવામાં આવે છે.
આ બેઠકને લઇને જમ્મૂ કાશ્મીરના પૂર્વ ઉપ મુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ કહ્યું કે 'રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે એવા પગલાં ભરવા જરૂરી છે. કલમ 370ને દૂર કર્યાને બે વર્ષ થઇ ગયા છે. લોકોએ પોતાની વાત રાખવા માટે પ્રતિનિધિ જોઇએ. એવામાં ચૂંટણી માટે પીએમઓ અને ગૃહ મંત્રાલય તમામ પાર્ટીઓને વિશ્વાસમાં લેવા માટે કંઇક તો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે