રેકોર્ડઃ 105 વર્ષના ભાગીરથી અમ્માએ પાસ કરી કેરલની સાક્ષરતા પરીક્ષા, મેળવ્યા 74 ટકા


કેરલના પરક્કુલમમાં રહેતા 105 વર્ષના ભાગીરથી અમ્મા કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરનાર સૌથી મોટી ઉંમરના મહિલા બની ગયા છે. તેમણે 74.5 ટકા માર્કસની સાથે કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરી છે. 
 

રેકોર્ડઃ 105 વર્ષના ભાગીરથી અમ્માએ પાસ કરી કેરલની સાક્ષરતા પરીક્ષા, મેળવ્યા 74 ટકા

તિરુવનંતપુરમઃ કેરલના પરક્કુલમમાં રહેલા 105 વર્ષના ભાગીરથી અમ્મા કેરલ સાક્ષરતા મિશનની પરીક્ષા પાસ કરનાર સૌથી વયોવૃદ્ધ મહિલા બની ગયા છે. અમ્પાએ મિશન હેઠળ પાછલા વર્ષે નવેમ્બરમાં કક્ષા 4ના સ્તરની પરીક્ષામાં ભાગ લીધો હતો. તેમણે 74.5 ટકા માર્કની સાથે આ પરીક્ષાને પાસ કરી છે. ઉલ્લેખનીય છે કે 9 વર્ષની ઉંમરમાં ભાગીરથી અમ્માનું ભણવાનું છૂટી ગયું હતું. 

ત્યારે તેઓ ધોરણ-3માં હતા. પાંચ બાળકોના માતા અને 13 બાળકોના દાદી ભાગીરથીએ કેરલ રાજ્ય સરકાર દ્વારા પ્રદેશ સાક્ષરતાને 100 ટકા બનાવવા માટે શરૂ કરેલા અભિયાન હેઠળ પરીક્ષામાં ભાગ લીધો હતો. તેમાં મલયાલમ, ગણિત અને પર્યાવરણ વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. 105 વર્ષના ભાગીરથી અમ્માએ આ પરીક્ષા પાસ કરીને 96 વર્ષના કાત્યાયની અમ્માનો રેકોર્ડ તોડી દીધો છે. 

— ANI (@ANI) February 5, 2020

કાત્યાયની અમ્માએ મેળવ્યા હતા 98 ટકા માર્કસ
કાત્યાયની અમ્માએ વર્ષ 2018માં યોજાયેલી પરીક્ષામાં 100માંથી 98 માર્ક પ્રાપ્ત કર્યાં હતા. તેઓ આ પરીક્ષામાં સૌથી વધુ માર્કસ મેળવનારમાં સામેલ છે. મહત્વનું છે કે કેરલ સરકાર પ્રદેશ સાક્ષરતા મિશન ઓથોરિટી હેઠળ દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરે છે. 

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી 

મિશનની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, અક્ષરસાગરમ નામના આ અભિયાનના પ્રથમ તબક્કામાં ચોથી શ્રેણીની સમકક્ષ પરીક્ષામાં 1605 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 50થી વધુ પરીક્ષાર્થી એસસી સમુદાય અને એક એસટી સમુદાય સંબંધિત હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news