પ્રયાગરાજ: કુંભમાં નાગાસાધુ અને શ્રદ્ધાળુ વચ્ચે બોલાચાલી, એક શ્રદ્ધાળુ ઘાયલ
ઘટના સેક્ટર 16 ખાતેના એક આશ્રમની છે, જ્યાં કોઇ મુદ્દે શ્રદ્ધાળુ અને સાધુઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી
Trending Photos
પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં એક પરેશાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાગા સાધુઓએ એક શ્રદ્ધાળુઓનાં માથા પર ચીપીયો મારીને તેને ઘાયલ કરી દીધો છે. કુંભમેળામાં એક શ્રદ્ધાળુ અને કેટલાક નાગા સાધુઓમાં કોઇ મુદ્દે વિવાદ થવા લાગી, જેના કારણે નાગા સાધુઓને ગુસ્સો આવ્યો અને તેને ત્રણ સાધુઓએ મળીને શ્રદ્ધાળુ પર પોતાનાં ચીપીયા વડે હૂમલો કરી દીધો, જેના કારણે નાગા સાધુઓને ગુસ્સો આવી ગયો અને ત્રણ સાધુઓએ મળીને શ્રદ્ધાળુઓ પર પોતાનાં ચીપીયા વડે હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં શ્રદ્ધાળુઓનાં માથામા ઉંડો ઘા વાગી ગયો હતો. ત્યાર બાદ તંત્રની મદદથી ઝગડાઓને શાંત કરાવવામાં આવ્યા અને શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ ત્રણેય નાગા સાધુઓને કસ્ટડીમાં લીધા અને પુછપરછ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેક્ટર 16 ખાતે આવેલા એક આશ્રમમાં આ ઘટના બની હતી. જ્યાં શ્રદ્ધાળુ અને સાધુઓ વચ્ચે કોઇ મુદ્દે ચડભડ થઇ હતી. બીજી તરફ સાધુ એટલા ગુસ્સે ભરાયા કે બંન્ને વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. સાધુએ ચીપીયો શ્રદ્ધાળુનાં માથામાં માર્યો હતો. આસપાસ હાજર લોકોએ સાધુથી શ્રદ્ધાળુને દુર ખસેડ્યો અને પોલીસને ઘટના અંગે માહિતી આપી. ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસે ત્રણેય નાગા સાધુઓને કસ્ટડીમાં લઇ લીધા હતા.
ઘાયલ શ્રદ્ધાળુઓને ઝાંસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ સ્થાનીક લોકોએ જણાવ્યું કે, નાગાઓનાં હૂમલામાં શ્રદ્ધાળુનુ માથુ ફાટી ગયું હતું. જેના કારણે તેનાં માથામાંથી ઘણુ લોહી વહી રહ્યું હતું. ત્યાર બાદ લોકોએ તેના માથે ગમછો બાંધ્યો જેથી લોહી અટકાવી શકાય. જો કે પોલીસના અનુસાર શ્રદ્ધાળુની સ્થિતી હાલ સ્થિર છે. ડોક્ટર્સ દ્વારા પ્રાથમીક સારવાર આપી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે