Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં આજનો શનિવાર કોઈ સુપર શનિવાર જોવા મળ્યો. બધાને ચોંકાવતા ભાજપ(BJP)એ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ મુખ્યમંત્રી અને એનસીપી(NCP)ના અજીત પવાર (Ajit Pawar)એ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. લગભગ આઠ કલાક ચાલેલી ગડમથલમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી પાસેથી સરકીને ભાજપના હાથમાં આવી ગઈ. જાણો આ સમગ્ર ઘટનાક્રમ....ક્યારે, શું થયું.
- શુક્રવારે રાતે લગભગ 11.45 વાગે અજીત પવાર અને ભાજપ વચ્ચે ડીલ થઈ.
- લગભગ 11.55 વાગે ફડણવીસે પાર્ટી સાથે વાત કરી અને શિવસેના-એનસીપી-કોંગ્રેસ દાવો કરે તે પહેલા શપથ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો.
- રાતે 12.30 વાગે મુંબઈથી દિલ્હી જવા માટે તૈયાર થયેલા રાજ્યપાલે પોતાની મુસાફરી કેન્સલ કરી.
- રાતે 2.10 વાગે રાજ્યપાલના સચિવને કહેવામાં આવ્યું કે વહેલી સવારે 5.47 વાગે રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ દાખલ કરે અને 6.30 વાગે શપથ ગ્રહણ કરવાની વ્યવસ્થા કરે.
- રાતે 2.30 વાગે સચિવને સૂચિત કરવામાં આવ્યું કે તેઓ બે કલાકમાં ફાઈલ દાખલ કરી દેશે અને 7.30 વાગે શપથ ગ્રહણ કરવાની તેમણે સલાહ આપી.
- શુક્રવારે રાતે 11.45 વાગ્યાથી શનિવારે સવારે 9 વાગ્યા સુધી અજીત પવાર દેવેન્દ્ર ફડણવીસ સાથે રોકાયા અને શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે જવાનું ન હતું.
- સવારે 5.30 વાગે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ રાજભવન પહોંચ્યાં.
જુઓ LIVE TV
- સવારે 5.47 વાગે રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું પરંતુ તેની જાહેરાત 9 વાગે થઈ.
- સવારે 7.50 વાગે રાજ્યપાલ બી.એસ.કોશ્યારીએ શપથગ્રહણ શરૂ કરાવ્યું.
- સવારે 8.10 વાગે પ્રતિક્રિયાઓ આવવાની શરૂ કરી.
- સવારે 8.40 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મુખ્યમંત્રી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને શુભેચ્છા પાઠવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે