IND vs BAN 2nd Test Live : બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશઃ 152/6

વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ્સને સદીમાં ફેરવી નાખી છે. તેણે તૈજુલ ઈસ્લામના બોલ પર બે રન લઈને પોતાની સદી પુરી કરી છે. આ તેમની 27મી ટેસ્ટ સદી છે.

IND vs BAN 2nd Test Live : બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશઃ 152/6

નવી દિલ્હીઃ યજમાન ભારતે કોલકાતામાં રમાઈ રહેલી પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ (Day-Night Test)ના પ્રથમ દિવસે શાનદાર રમત રમી હતી. શુક્રવારે બાંગ્લાદેશને માત્ર 106 રને પેવેલિયન ભેગું કર્યા પછી ભારતે ત્રણ વિકેટે 174 રન પણ બનાવી લીધા હતા. આ રીતે પ્રથમ દિવસે ભારતે બાંગ્લાદેશ પર 68 રનની લીડ મેળવી લીધી હતી. શ્રેણીની આ બીજી ટેસ્ટ છે. પ્રથમ મેચ જીતીને ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. 

બીજા દિવસના અંતે સ્ટમ્પ્સ સમયે બાંગ્લાદેશનો સ્કોર 6 વિકેટે 152 રન રહ્યો છે. બાંગ્લાદેશની ટીમ અત્યારે લીડ પુરી કરવામાં 89 રન પાછળ છે. આ અગાઉ ભારતીય ટીમે બાંગ્લાદેશને 241 રનની લીડ આપી હતી. ભારતે 9 વિકેટે 347 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારીને ભારતનો મોટો સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. બાંગ્લાદેશે પ્રારંભમાં જ ચાર વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વિરાટ કોહલી અને ઈશાંત શર્મા બીજા દિવસના હીરો રહ્યા છે.

બાંગ્લાદેશની બીજી ઈનિંગ્સ
- 241 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ દબાણમાં હોય એવું સ્પષ્ટ જોવા મળ્યું. કેમ કે પ્રથમ ઓવરમાં જ બાંગ્લાદેશનો ઓપનર શાદમાન ઈસ્લામ ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગયો. ઈશાંત શર્માએ તેને પોતાની પ્રથમ ઓવરના 5મા બોલે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. 
- બાંગ્લાદેશનો કેપ્ટન મોમિનુલ હક પણ ખાતું ખોલ્યા વગર ઈશાંત શર્માની બીજી ઓવરમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ થઈ ગયો. 
- ઈશાંતે પોતાની ત્રીજી ઓવરમાં બાંગ્લાદેશના ત્રીજા ખેલાડી ઈમરુલ કાયિસને માત્ર 5 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દેતાં બાંગ્લાદેશ પર એક ઈનિંગ્સથી પરાજયનું સંકટ પાકું થઈ ગયું છે. 
- ઉમેશ યાદવે બાંગ્લાદેશના વિકેટકીમર મોહમ્મદ મીથનને 6 રનના અંગત સ્કોરે આઉટ કરીને બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. 
- બાંગ્લાદેશ બીજી ઈનિંગ્સની 7 ઓવરમાં માત્ર 17 રનમાં 4 વિકેટ ગુમાવી ચુક્યું છે. 

ચોથી વિકેટની મોટી ભાગીદારી
13 રનમાં ચાર વિકેટ ગુમાવી દેનારા બાંગ્લાદેશને બે પૂર્વ કેપ્ટન મુશફિકુર રહીમ અને મહેમદુલ્લાએ રાહતનો શ્વાસ આપ્યો હતો. આ બંનેએ અડધી સદીની ભાગીદારી સાથે ટીમના સ્કોરને 100ને પાર પહોંચાડ્યો હતો. મહેમદુલ્લા 39 રન સાથે રિટાયર્ડ હર્ટ થતાં આ ભાગીદારી તુટી ગઈ હતી. 

- પાંચમા ક્રમે રમવા માટે આવેલા મેંહદી હસન 15 રન બનાવીને ઈશાંતનો શિકાર બન્યો. બાંગ્લાદેશનો સ્કોરઃ 133/5. 
- મુશફીકુર રહીમ(53) અને તૈજુલ ઈસ્લામ(6) હાલ ક્રીઝ પર છે. 
- તૈજુલ ઈસ્લામ 11 રન બનાવીને ઉમેશ યાદવના બોલ પર રહાણેના હાથે કેચ આઉટ. 

ભારતની ઈનિંગ્સ

  • રવિન્દ્ર જાડેજા કેપ્ટન કોહલીને વધુ સાત આપી શક્યો નહીં અને માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો. 
  • વિરાટ કોહલી 136 રન બનાવીને આઉટ થયો. વિરાટને ઈબાદત હુસેને તાજુલ ઈસ્લામના હાથે કેચ આઉટ કર્યો. 
  • કેપ્ટન કોહલીના આઉટ થયા પછી ભારતના પાછળના ખેલાડીઓ વધુ સારી રમત દાખવી શક્યા નહીં અને એક પછી એક આઉટ થતા ગયા. 
  • બાંગ્લાદેશે કોહલીનાઆઉટ થયા પછી માત્ર એક કલાકમાં ભારતની 5 વિકેટ પાડી દઈને રનની ગતી ધીમી પાડી દીધી. 
  • ભારતે 9 વિકેટે 347 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો. આ રીતે ભારતે બાંગ્લાદેશ પર 241 રનની લીડ મેળવી લીધી હતી. 
  • રિદ્ધિમાન સાહા 17 રન બનાવીને અને મોહમ્મદ શમી 10 રન બનાવીને નોટ આઉટ રહ્યા. 

પ્રથમ સેશન ભારતના નામે 
ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ સેશન ભારતના નામે રહ્યું. બારતે આ સેશનમાં 115 રન બનાવ્યા અને માત્ર એક વિકેટનું નુકસાન થયું હતું. વિરાટ કોહલીએ આ સેશનમાં પોતાની સદી પણ પુરી કરી. તે ક્રિઝ પર રમી રહ્યો છે. તેને સાથ આપનારો અજિંક્ય રહાણે અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયો છે. લંચ સુધી ભારતે બાંગ્લાદેશ પર 183 રનની લીડ મેળવી લીધી છે. ભારતનો સ્કોર : 289/4 (76 ઓવર)

— BCCI (@BCCI) November 23, 2019

વિરાટની 27મી સદી 
વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ્સને સદીમાં ફેરવી નાખી છે. તેણે તૈજુલ ઈસ્લામના બોલ પર બે રન લઈને પોતાની સદી પુરી કરી છે. આ તેમની 27મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. 

INDvsBAN: विराट का शानदार शतक; स्टीव स्मिथ को पीछे छोड़ा, बॉर्डर-पोंटिंग की बराबरी की

વિરાટ કોહલીના વિશેષ રેકોર્ડ 

  • 20મી ટેસ્ટ સદીઃ ભારતના કેપ્ટન તરીકે 
  • 27મી ટેસ્ટ સદીઃ પોતાની કારકિર્દીની
  • 70મી આંતરરાષ્ટ્રીય સદી
  • 41મી આંતરરાષ્ટ્રીય સદી કેપ્ટન તરીકે(સંયુક્ત સૌથી વધુ)
  • ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ બેટ્સમેન. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news