આ ચાર મંત્ર પર કામ કરી રહી છે સરકાર, પીએમ મોદીએ પોતે કર્યો ખુલાસો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડને મોટી ભેટ આપી અને કુલ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે જ પીએમ મોદીએ દેવઘરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યું જેને 410 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ એરપોર્ટ ઝારખંડનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડને મોટી ભેટ આપી અને કુલ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે જ પીએમ મોદીએ દેવઘરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યું જેને 410 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ એરપોર્ટ ઝારખંડનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત પીએમ મોદીએ દેવઘરમાં AIIMS નું પણ ઉદ્ધાટન કર્યું. જ્યાં 250 બેડની સુવિધા છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ રમેશ બૈસ પણ હાજર રહ્યા.
પીએમ મોદીએ કહ્યું કે બાબા બૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો. તેનાથી ઝારખંડને આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને ખુબ પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. દેશ છેલ્લા 8 વર્ષથી આ વિચાર સાથે કામ કરી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજમાર્ગ, રેલવે, વાયુમાર્ગ, જલમાર્ગ દરેક પ્રકારે ઝારખંડને કનેક્ટ કરવાના પ્રયત્નોમાં પણ આ જ વિચાર, આ જ ભાવના સર્વોપરી રહી છે.
PM Modi inaugurates Deoghar Airport and other development projects in Deoghar, Jharkhand pic.twitter.com/t6TSQW8Qe6
— ANI (@ANI) July 12, 2022
પીએમએ કહ્યું કે મને ચાર વર્ષ પહેલા દેવઘર એરપોર્ટના શિલાન્યાસની તક મળી હતી. કોરોનાની મુશ્કેલીઓ છતાં તેના પર ઝડપથી કામ થયું અને આજે ઝારખંડને બીજું એરપોર્ટ મળી રહ્યું છે. દેવઘર એરપોર્ટથી દર વર્ષે લગભગ 5 લાખ મુસાફરોની અવરજવર થઈ શકશે. તેનાથી બાબાના ભક્તોને પણ સગવડ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સરકારના પ્રયત્નોનો લાભ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ઉડાણ યોજના હેઠળ છેલ્લા 6-6 વર્ષોમાં લગભગ 70 નવા સ્થાનોને એરપોર્ટ્સ, હેલિપોર્ટ્સ અને વોટર એરોડોમ્સના માધ્યમથી જોડાયા છે. 400થી વધુ નવા રૂટ્સ પર આજે સામાન્યથી સામાન્ય નાગરિકને હવાઈ યાત્રાની સુવિધા મળી રહી છે.
We had dreamt of Deoghar airport for a long time, it's being fulfilled now. These projects will make the lives of people easy. The development projects worth Rs 16,800 crores will improve connectivity, tourism and trade prospects of the state: PM Modi in Deoghar, Jharkhand pic.twitter.com/rSYTVZUCHi
— ANI (@ANI) July 12, 2022
પીએમ મોદીએ કહ્યું કે કનેક્ટિવિટીની સાથે સાથે દેશના આસ્થા અને આદ્યાત્મ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર સુવિધાઓના નિર્માણ ઉપર પણ કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. બાબા બૈદ્યનાથ ધામમાં પણ પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનો વિસ્તાર કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ એ મંત્ર પર ચાલી રહ્યા છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી વિકાસના, રોજગાર-સ્વરોજગારના નવા રસ્તા શોધી રહ્યા છીએ. અમે વિકાસની આકાંક્ષા પર ભાર મૂક્યો છે. આકાંક્ષી જિલ્લાઓ પર ફોકસ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે