મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટે ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો મેન વર્સેઝ વાઇલ્ડનાં સ્પેશ્યલ એપિસોડમાં બેરગ્રિલ્સ સાતે જોવા મળ્યા

મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટે ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મન વર્સેઝ વાઇલ્ડ શોનાં સ્પેશ્યલ એપિસોડમાં બેય ગ્રિલની સાથે જોવા મળ્યા હતા. શો વિશ્વનો સૌથી ટ્રેંડિંગ ટેલીવિઝન ઇવેન્ટ રહ્યો. શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સે પોતાનાં અનુભવો શેર કર્યો, સાથે જ જિમ કાર્બેટ પાર્કમાં એડવેંચર કર્યો. શોના ટેલિકાસ્ત થયાનાં એક સવાલ બધાના શરીરમાં રહ્યો કે શો દરમિયાન વડાપ્રધાન મોદી હિંદીમાં વાત કરી રહ્યા હતા અને જ્યારે ગ્રિલ્સ માત્ર અંગ્રેજી જ સમજે છે તો તેમને ખબર કઇ રીતે પડતી હતી ? 

PM મોદીએ બહેરીનમાં 200 વર્ષ જુના મંદિરના પુન:નિર્માણ યોજનાનો શુભારંભ કરાવ્યો
આ સવાલનો જવાબ વડાપ્રધાને પોતે કર્યો. તેમણે જણાવ્યું કે, ઘણા બધા લોકો જાણવા માંગે છે કે બેરગ્રિલ્સને હિંદી કઇ રીતે સમજ્યાં. લોકોએ પુછ્યું કે, શો એડિટ કરવામાં આવ્યો હતો, શું શોને અનેક વખત શુટ કરવામાં આવ્યો હતો. મારા અને બેર ગ્રિલ્સની વચ્ચે ટેક્નોલોજીની મહત્વની ભુમિકા નિભાવી. એક કોર્ડલેસ ડિવાઇસ બેર ગ્રિલ્સનાં કાનમાં એટેચ હતી, જે ખુબ જ ઝડપથી હિંદીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતી હતી. 

PM મોદીએ જણાવ્યું Man Vs Wildમાં તેમનું અને બિયર ગ્રિલ્સ વચ્ચેનું સૌથી મોટું રહસ્ય
શોએ સ્થાપ્યો અનોખો રેકોર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 ઓગષ્ટે ટેલીકાસ્ટ થયો, મેન વર્સેઝ વાઇલ્ડનો સ્પેશ્યલ એપિસોડ દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ જોવાયો હતો. આ શો વિશ્વનો સૌથી વધારે જોવાયેલો શો બની જશે. આ અંગે માહિતી આપતા ગ્રિલ્સે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, વડાપ્રધાન મોદી સાથે મેન વર્સેઝ વાઇલ્ડનો એક એપિસોડ અધિકારીક રીતે વિશ્વનો સૌથી ટ્રેન્ડિંગ ટેલિવિઝન ઇવેન્ટ રહી. 3.6 બિલિયન. તેણે સુપર બોલની ઇવેન્ટને પણ પછાડી દીધી જેનાં 3.4 બિલિયન સોશિયલ ઇમ્પ્રેસન છે. આ તમામ લોકોનો આભાર જેમણે આ શો ટ્યુન કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news