Budget Session 2022: બજેટ સત્ર પહેલા PM મોદીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

આજથી બજેટ સત્ર (Budget Session 2022) શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ.

Budget Session 2022: બજેટ સત્ર પહેલા PM મોદીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: આજથી બજેટ સત્ર (Budget Session 2022) શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ. બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ. 

બજેટ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ કરી મહત્વની વાત
પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સેશન શરૂ થઈ રહ્યું છે. હું તમામ સાંસદોનું સત્ર માટે સ્વાગત કરું છું. આજની વૈશ્વિક સ્થિતિમાં ભારત માટે અનેક અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા રસી વિશે દુનિયામાં વિશ્વાસ વધારશે. 

— ANI (@ANI) January 31, 2022

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્રમાં પણ ચર્ચા, ચર્ચાના મુદ્દા અને ખુલ્લા વિચારોવાળી ચર્ચા વૈશ્વિક પ્રભાવ માટે એક મહત્વપૂર્ણ અવસર બની શકે છે. મને આશા છે કે તમામ સાંસદો, રાજકીય પક્ષો ખુલ્લા મગજથી ગુણવત્તાવાળી ચર્ચા કરશે અને દેશને ઝડપથી વિકાસના પથ પર લઈ જવામાં મદદ કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે એ સાચુ છે કે ચૂંટણી સત્ર અને ચર્ચા પર પ્રભાવ કરે છે પરંતુ મારી તમામ સાંસદોને અપીલ છે કે ચૂંટણી તો થતી રહેશે પરંતુ બજેટ સત્ર આખા વર્ષનું બ્લ્યૂપ્રિન્ટ છે. આપણે આ સત્રમાં જેટલી સારી ચર્ચા કરીશું, દેશને આર્થિક ઊંચાઈઓ પર લઈ જવા માટે એટલી જ તકો મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news