Modi's Asansol Rally: બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી

પીએમ મોદીએ કહ્યુ કે, દીદીના નજીકના અનુસૂચિત જાતિના મારા ભાઈ-બહેરોને ભીખારી કહેતી હતી, છતાં દીદી ચુપ રહે છે. દીદીના લોકો ભાજને મત દેવા પર બંગાળમાંથી બહાર કાઢવાની ધમકી આપતા હતા, ત્યારે પણ દીદી ચુપ હતા.

Modi's Asansol Rally: બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી

આસનસોલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પાંચમાં તબક્કાના મતદાન વચ્ચે આસનસોલ રેલીમાં મતદાતાઓને તે યાદ અપાવ્યું જેથી તે સીએમ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ એક થઈ જાય. પીએમ મોદીએ મમતા રાજમાં ભેદભાવ-પક્ષપાતથી લઈને ગુંડાગીરી અને વિકાસની રાહમાં વિઘ્નો નાખવાની ચર્ચા કરી અને કહ્યું કે, બંગાળની જનતાએ આ વખતે દીદીને ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું સર્ટિફિકેટ આપવાનું મન બનાવી લીધુ છે. 

ઘાવ પર મલમ ચોપડી મતદાતાને પોતાના પક્ષમાં કરવાની કવાયત
પ્રધાનમંત્રીએ બંગાળના મતદાતાઓને ઘાવ યાદ કરાવવા માટે પાછલી પંચાયત ચૂંટણીમાં મનમાની, અનુસૂચિત જાતિના લોકો પર ટીએમસી નેતાની ટિપ્પણી, સ્પોર્ટ્સ ક્લબોમાં ફન્ડિંગ અને વિકાસ કાર્યોમાં ભેદભાવ જેવા મુદ્દા પર લાંબુ ભાષણ આપ્યુ હતું. તેમણે આસનસોલમાં 2018માં થયેલી પંચાયત ચૂંટણીમાં હિંસા અને ભ્રષ્ટાચારના મામલાનો ઉલ્લેખ કરતા કહ્યુ, 2018ની પંચાયત ચૂંટણી, પશ્ચિમ બંગાળ ક્યારેય નહીં ભૂલે. બર્ધમાનથી લઈને બાંકુરી, બીરભૂમ, મુર્શીદાબાદના લોકો આજે પણ યાદ કરે છે કે કઈ રીતે તેના અધિકારો છીનવવામાં આવ્યા. તમે વિચારો, 20 હજારથી વધુ પંચાયતોમાં સીધા દીદીના તોલાબાજોને ચૂંટી લેવામાં આવ્યા. 

મોદીએ આગળ કહ્યુ, દીદીએ એટલો આતંક ફેલાવ્યો છે કે એક તૃતિયાંસથી વધુ પંચાયતમાં ઉમેદવારો ઉમેદવારી પણ કરી શક્યા નહીં. હુમલાના ડરથી વોટ્સએપ પર નોમિનેશન ફાઇલ કરવા પડ્યા. જીત બાદ પણ જનપ્રતિનિધિએ પાડોશી રાજ્યોમાં શરણ લેવું પડ્યું. લોકતંત્રના આ અપમાનથી લોકતંત્રને નબળુ કરવા માટે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 

મોદીનો આરોપ- દરેક અત્યાચાર પર મમતા ચુપ રહી
પીએમ મોદીએ કહ્યુ કે, દીદીના નજીકના અનુસૂચિત જાતિના મારા ભાઈ-બહેરોને ભીખારી કહેતી હતી, છતાં દીદી ચુપ રહે છે. દીદીના લોકો ભાજને મત દેવા પર બંગાળમાંથી બહાર કાઢવાની ધમકી આપતા હતા, ત્યારે પણ દીદી ચુપ હતા. તેમણે કહ્યું કે, સ્થિતિ એવી છે કે સ્પોર્ટસ ક્લબો, ખેલાડીઓની મદદમાં પણ દીદીએ ભેદભાવ કર્યો. જે સ્પોર્ટસ ક્લબ દીદીના વખાણ કરે તેને પૈસા. જે રમત પર ધ્યાન આપે તેને ફંડ દેવામાં આવતું નથી. 

2 મેએ મમતાને મળી જશે ભૂતપૂર્વ સીએમનું સર્ટિફિકેટઃ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, દીદીની આંખો પર અહંકારનો પડદો છે. તેમણે આગળ કહ્યું કે, દીદીની રાજનીતિ માત્ર વિરોધ અને ગતિરોધ સુધી સીમિત નથી પરંતુ દીદીની રાજનીતિ પ્રતિશોધની ખતરનાક સીમાને પણ પાર કરી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા થઈ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે બંગાળના મતદાતા બે મેએ મમતા દીદીને ભૂતપૂર્વ સીએમનું સર્ટિફિકેટ આપશે. તેમણે મમતાને કહ્યું કે, (ભૂતપૂર્વ સીએમનું સર્ટિફિકેટ) લઈને ફરતા રહેવું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news