PM મોદીએ નામ લીધા વિના અખિલેશ યાદવ પર તાક્યું તીર, કહ્યું- હવે આવવા લાગી ભગવાન કૃષ્ણની યાદ
સમાજવાદી પાર્ટી (સપા) એ "નકલી સમાજવાદી" ગણાવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતાની આસ્થાની કોઈ ચિંતા નથી, આ લોકોને ભાજપને પુષ્કળ સમર્થન મળતું જોઇને "હવે સપનામાં ભગવાન કૃષ્ણને યાદ કરવાનું શરૂ કર્યું છે.
Trending Photos
લખનઉ: સમાજવાદી પાર્ટી (સપા) એ "નકલી સમાજવાદી" ગણાવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતાની આસ્થાની કોઈ ચિંતા નથી, આ લોકોને ભાજપને પુષ્કળ સમર્થન મળતું જોઇને "હવે સપનામાં ભગવાન કૃષ્ણને યાદ કરવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મથુરા, બુલંદશહર અને આગ્રાના વિવિધ વિધાનસભા ક્ષેત્રોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત 'જન ચૌપાલ'ને સંબોધિત કરતા આ વાત કહી હતી.
કૃષ્ણ ભક્તિનું ઓઢ્યું આવરણ
આ દરમિયાન વડાપ્રધાને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે "ચૂંટણીઓ જોઈને કૃષ્ણ ભક્તિનો ઝભ્ભો પહેરનારા લોકો જ્યારે સરકારમાં હતા ત્યારે વૃંદાવન, બરસાના, ગોવર્ધન અને નંદગાંવને ભૂલી ગયા હતા. આજે ભાજપને અપાર સમર્થન જોઈને આ લોકો હવે સપનામાં ભગવાન કૃષ્ણને યાદ કરી રહ્યા છે.
અગાઉની સરકારનો એજન્ડા રાજ્યને લૂંટવાનો હતો
જણાવી દઈએ કે અખિલેશ યાદવે હાલમાં જ કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ રોજ તેમના સપનામાં આવે છે અને કહે છે કે ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનવા જઈ રહી છે. વડા પ્રધાને કહ્યું કે જે લોકો પહેલા સરકારમાં હતા, તેમને ના તો તમારા લોકોની આસ્થા સાથે મતલબ હતો અને નાતો તમારી જરૂરિયાતો સાથે. તેમનો એક જ એજન્ડા છે, ઉત્તર પ્રદેશને લૂંટો. તેમને માત્ર સરકાર બનાવવાની ચિંતા છે, એટલે જ આજે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ સરકારને પાણી પીને કોસ કરી રહ્યા છે. આ લોકોએ ઉત્તર પ્રદેશમાં જે સ્થિતિ સર્જી છે તે આ નકલી સમાજવાદીઓના કર્મોની પોલ ઉઘાડી પાડીશું.
ભાજપ કરી રહી છે ભવિષ્યનું નિર્માણ
મોદીએ આરોપ લગાવ્યો હતો કે, અગાઉની સરકારોના શાસનમાં ગુનેગારોના ઇરાદા એટલા મજબૂત હતા કે તેઓ હાઈવે પર વાહનો રોકીને લૂંટી લેતા હતા અને હાઈવે પર મહિલાઓ અને દીકરીઓનું શું થતું હતું, તે બુલંદશહરના લોકો સારી રીતે જાણે છે. તે સમયે, ઉત્તર પ્રદેશમાં ઘરો અને દુકાનો પર ગેરકાયદેસર કબજો સામાન્ય હતો. લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી હતી. તમે સારી રીતે જાણો છો કે આગ્રા રમખાણોના આરોપીઓના માથા પર કોનો હાથ હતો. મોદીએ કહ્યું કે અગાઉની સરકારો ભય ફેલાવવામાં વ્યસ્ત હતી. જ્યારે, ભાજપ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. ભાજપ સરકાર અને અગાઉની સરકારોમાં આ જ ફરક છે, તેથી આજે ઉત્તર પ્રદેશમાં બહેનો-દીકરીઓ ખુલ્લેઆમ કહી રહી છે કે "પહેલા અમને ઘરમાંથી નિકળતા ડર લાગતો હતો, હવે ભાજપના શાસનમાં ગુનેગારો ધ્રૂજે છે."
ચૂંટણીમાં માત્ર વિકાસ જ મુદ્દો
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ કહી દીધું છે કે ભલે કેટલાક લોકો પૈસા, સંપત્તિ, મસલ પાવર, જાતિવાદ, પરિવારવાદ અને સાંપ્રદાયિકતાના આધારે રાજકારણ કરે છે, પરંતુ તેઓ લોકોનો પ્રેમ મેળવી શકતા નથી. માત્ર તેને જ લોકોના આશીર્વાદ મળશે, જે રાજ્યની જનતાની ખરા અર્થમાં સેવા કરશે, તેથી જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે પણ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો વિકાસનો છે. મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે બતાવ્યું છે કે રાજ્યનો વિકાસ જો કોઈ કરી શકે છે તો તે માત્ર ભાજપ છે, તેથી છેલ્લા ઘણા મહિનાઓથી ઉત્તર પ્રદેશની જનતાએ નક્કી કરી લીધું છે કે કમળનું બટન ફરીથી બદાવવું છે અને માત્ર ભાજપને જ જીતાડવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે