પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આતંકવાદી હૂમલાની આકરી નિંદા કરતા કહ્યું કે, સમગ્ર દેશ શહીદ જવાનોનાં પરિવાર સાથે ઉભો છે

પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટથી લદાયેલા વાહનથી સીઆરપીએફ જવાનોને લઇ જઇ રહેલ બસને ટક્કર મારી દીધી હતી, જેમાં ઓછામાં ઓછા 30 જવાન શહીદ થઇ ગયા. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું કે, તેઓ 2016માં થયેલા ઉરી હૂમલા પછીનો સૌથી ભીષણ આતંકવાદી હૂમલો છે. સૈન્ય અધિકારીઓનાં અનુસાર 2016નાં ઉરી હૂમલા બાદનો આ બીજો સૌથી મોટો આતંકવાદી હૂમલો છે. પુલવામાં હૂમલાની નિંદા કરતા વડાપ્રધાને કહ્યું કે, બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર દેશ શહીદ જવાનોનાં પરિવારજનો સાથે ઉભો છે. 

વડાપ્રધાને પોતાના ટ્વીટમાં કહ્યું કે, સીઆરપીએફ કર્મચારીઓ પર હૂમલો ધૃણીત કૃત્ય છે. હું આ કાયરતાપુર્ણ હૂમલાની નિંદા કરૂ છું. અમારા વીર સુરક્ષા કર્મચારીઓનું બલિદાન વ્યર્થ નહી જાય. વડાપ્રધાને કહ્યું કે, મે  ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય ટોપનાં અધિકારીઓ સાથે પુલવામાં હૂમલા બાદ પરિસ્થિતી અંગે વાત કરી છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશ વીર શહીદોનાં પરિવાર સાથે ખભે ખભો મિલાવીને ઉભો છે. તેમણે કહ્યું કે, તેઓ આ ઘટનામાં ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. 

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં 2500થી વધારે કર્મચારીઓ 78 વાહનોનાં કાફલામાં જઇ રહ્યા હતા. તેમાંથી મોટા ભાગનાં પોતાની રજાઓ ગાળીને પરત ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર હાઇવે પર અવંતીપોરા કાફલા પર હૂમલાની પૂર્વ તૈયારી સાથે બેઠેલા આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news