અવિશ્વાસ પ્રસ્તાવ મામલે વિપક્ષને પરાસ્ત કરતાં પીએમ મોદીનું કરાયું સન્માન, અમિત શાહે લાડું ખવડાવ્યો

મોન્સૂન સત્રમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસની દરખાસ્ત સામે સરકારની જીત માટે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદીય દળે આ બાબતને વિપક્ષની હાર અને સરકારની મોટી જીત ગણાવી હતી અને એનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આપ્યો હતો. 
અવિશ્વાસ પ્રસ્તાવ મામલે વિપક્ષને પરાસ્ત કરતાં પીએમ મોદીનું કરાયું સન્માન, અમિત શાહે લાડું ખવડાવ્યો

નવી દિલ્હી : મોન્સૂન સત્રમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસની દરખાસ્ત સામે સરકારની જીત માટે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદીય દળે આ બાબતને વિપક્ષની હાર અને સરકારની મોટી જીત ગણાવી હતી અને એનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આપ્યો હતો. 

બેઠકની શરૂઆતમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર પહેરાવી સન્માનિત કરાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકડષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી અને અનંત કુમારએ પીએમનું સન્માન કર્યું હતું. આ અવસરે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીને લાડુ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. જ્યારે બેઠકમાં ઉપસ્થિત સાંસદોએ આ ક્ષણને વધાવી હતી. 

અહીં નોંધનિય છે કે, મોન્સૂન સત્રમાં પહેલી વખત સંસદીય દળની બેઠક મળી હતી. સંસદ ભવનની લાયબ્રેરીમાં મળેલી આ બેઠકમાં સત્ર દરમિયાન ઉપસ્થિત થનારા મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્રણ તલાક, ઓબીસી બિલ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news